બોલિવૂડ પર વધુ એક આફત, 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફસાઈ નોરા ફતેહી

મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કાર્યવાહી કરી છે. અભિનેત્રી નોરા ફતેહીને પૂછપરછ માટે ED કાર્યાલયમાં બોલાવવામાં આવી છે, જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે. નોરા ફતેહીએ આ મામલે પોતાનું નિવેદન નોંધવાનું છે. વાસ્તવમાં, આ તપાસ રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહી છે. આ પૂછપરછ માટે તે નવી દિલ્હી પહોંચી છે.

જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ પાઠવવામાં આવ્યું હતું : ગયા મહિને જેકલીન ફર્નાન્ડીઝને આ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અગાઉ, જેકલીન ફર્નાન્ડિઝની દિલ્હીમાં ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને 200 કરોડથી વધુની ખંડણીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા કેસમાં સાક્ષી તરીકે તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. નોરા ફતેહી અને જેકલીન બંને આ કેસમાં પીડિત છે.

ED નૂરા ફતેહીનું નિવેદન રેકોર્ડ કરશે : આ અગાઉ, જેકેલીન ફર્નાન્ડિઝની સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત કેસમાં સાક્ષી તરીકે નવી દિલ્હીમાં 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તે જ સમયે, આ કેસમાં નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું હતું, જેના આધારે ઇડીએ તેનું નિવેદન નોંધવા માટે બોલાવી હતી. આ કેસમાં પ્રથમ વખત નોરા ફતેહીનું નામ સામે આવ્યું છે.

સુકેશ ચંદ્રશેખર અને લીના પોલ જેલમાં બંધ : તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખરની આ વર્ષે એટલે કે 2021 માં પોલીસે ધરપકડ કરી છે. જ્યાં સુકેશ પર જેલની અંદર બેસીને 200 કરોડની વસૂલાતનું મોટું રેકેટ ચલાવવાનો આરોપ છે. સુકેશે જેલમાંથી એક જાણીતા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 50 કરોડની ખંડણીની માંગણી કરી હતી. આ કેસ સમજવા જ્યારે પોલીસે જેલમાં દરોડો પાડ્યો ત્યારે સુકેશના સેલમાંથી 2 મોબાઈલ ફોન પણ મળ્યા હતા. સુકેશની પત્ની લીના પોલ પણ આ કેસમાં જેલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

આ સિવાય, જો આપણે નોરા ફતેહીના વર્કફ્રન્ટની વાત કરીએ, તો તે છેલ્લે ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી સતત ટીવી ડાન્સ રિયાલિટી શોમાં જોવા મળે છે. તે જ સમયે, તેણે તેના ગીતોથી પણ ઘમી ધૂમ મચાવી છે.

YC