નોરા ફતેહીની લક્ઝુરિયસ ગાડીનો થયો અકસ્માત, લોકોએ પકડ્યો કોલર ! પછી આવી રીતે થાળે પડ્યો મામલો

બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સ સેન્સેશન નોરા ફતેહી તેના ડાન્સ વીડિયોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે તેની લેટેસ્ટ તસવીરો અને તેના બોલ્ડ વીડિયોને કારણે ઇન્સ્ટાગ્રામ પર છવાતી રહે છે. પરંતુ આ વખતે તે ચર્ચામાં આવી છે તેનું કારણ તેના કોઇ વીડિયો કે તસવીરો નથી. નોરા ફતેહીની કારને મંગળવારે સાંજે એટલે કે 21 જાન્યુઆરીના રોજ રાત્રે અકસ્માત નડ્યો હતો. જો કે, જ્યારે અકસ્માત થયો ત્યારે નોરા ફતેહી કારમાં હાજર ન હતી અને માત્ર ડ્રાઈવર જ હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નોરા તેના લેટેસ્ટ મ્યુુઝિક વીડિયો ‘ડાન્સ મેરી રાની’ના લોન્ચ ઈવેન્ટમાં હાજર હતી. બોલિવૂડ લાઈફના રીપોર્ટ અનુસાર, નોરાની કારનો અકસ્માત મંગળવારે સાંજે 7-7:30 વાગ્યા આસપાસ વચ્ચે થયો હતો. નોરાના ડ્રાઈવરે ઓટોને ટક્કર મારી હતી. આ ટક્કરમાં નોરાની કાર અને ઓટો બંનેને નુકસાન થયું છે. ત્યાર બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને તેમાંના કેટલાકે નોરાના ડ્રાઈવરને કોલરથી પકડી લીધો અને તેને કારમાંથી બહાર કાઢ્યો હતો. ભીડથી ડરી ગયેલા, નોરાના ડ્રાઈવરે પાછળથી ઓટો ડ્રાઈવરને વળતર તરીકે 1,000 રૂપિયા આપીને તેનો જીવ બચાવ્યો.

તમને જણાવી દઈએ કે નોરા આ દિવસોમાં તેના ડાન્સ વીડિયોના કારણે જ નહીં પરંતુ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તેના કથિત સંબંધોને કારણે પણ ચર્ચામાં છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે નોરાને સુકેશ ચંદ્રશેખરે મોંઘી BMW કાર ભેટમાં આપી હતી. રીપોર્ટ અનુસાર, નોરાએ આ કેસમાં સરકારી સાક્ષી બનવાનું નક્કી કર્યું છે. આ સાથે ED નોરાને સુકેશ પાસેથી મળેલી તમામ મોંઘી ભેટો જપ્ત કરશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી છેલ્લે ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી. આ પછી તે ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ના વીડિયો ‘કુસુ કુસુ’માં જોવા મળી હતી. હવે પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથેનો તેનો નવો વીડિયો ‘ડાન્સ મેરી રાની’ રિલીઝ થયો છે. આ વીડિયોને લઇને નોરા હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે.

Shah Jina