જીવનશૈલી મનોરંજન

નોરા ફતેહીએ ખરીદી પોતાના સપનાની લક્ઝુરિયસ કાર, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

મર્સીડીસ બેન્ઝ બાદ હવે નોરાના કલેશનમાં ઉમેરાઈ ગઈ આ બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયસ કાર, 4 તસવીરો વાયરલ

બોલીવુડની ખુબ જ સુંદર ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી આજકાલ ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે. નોરાના ડાન્સના લોકો દીવાના છે, ત્યારે નોરાએ હાલમાં જ પોતાના માટે એક લક્ઝુરિયસ કાર ખરીદી છે.

Image Source (Instagram: BMW India)

નોરા ફતેહીએ પોતાના માટે BMWની લગ્ઝરી સિડાન કાર 5 સિરીઝ ખરીદી છે. આ વાતની જાણકરી બીએમડબ્લ્યુએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ શેર કરીને આપી છે. જેમાં નોરા ફતેહી ન્યુ બ્રાન્ડ કાર સાથે જોવા મળી રહી છે.

Image Source (Instagram: BMW India)

નોરાને લક્ઝુરિયસ કારનો ખુબ જ શોખ છે. આ પહેલા નોરા પાસે મર્સીડીસ બેન્ઝ CLA 220d કાર હતી. હવે તેના કલેક્શનમાં BMW 5 સિરીઝ પણ ઉમેરાઈ ગઈ છે.

Image Source (Instagram: BMW India)

વાત જો આ કારની કિંમતની કરીએ તો આ કાર 55.40 લાખથી શરૂ થઈને 68.39 લાખ રૂપિયા સુધીની છે. જોકે નોરાએ તેમાંથી કયું મોડેલ ખરીદ્યુ છે તેની કોઈ જાણકારી નથી મળી.

Image Source (Instagram: BMW India)

નોરા ફતેહી ખુબ જ મોટો ચાહક વર્ગ ધરાવે છે, અને સોશિયલ મીડિયામાં પણ છવાયેલી રહે છે. તેના ડાન્સ વીડિયો દર્શકોને ખુબ જ પસંદ આવે છે.