જલપરી બન્યા બાદ નોરા ફતેહીની હાલત થઇ એટલી ખરાબ કે સ્ટ્રેચર પર આવી ગઇ અભિનેત્રી- જુઓ વીડિયો

પાણીમાં છબછબિયાં કરતી દેખાઈ બોલ્ડ નોરા…તસવીરો વાયરલ થતા જ બધા દંગ રહી ગયા

નોરા ફતેહી તેની બોલ્ડ તસવીરો અને કિલર ડાન્સ મૂવ્સને કારણે હેડલાઈન્સમાં રહે છે. ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી આ વખતે સુપરસ્ટાર સિંગર ગુરુ રંધાવા સાથે મળી તેના નવા મ્યુઝિક વીડિયોથી ચાહકોના હોશ ઉડાવી રહી છે. નોરા તેના ગીતમાં ‘જલપરી’ના અવતારમાં જોવા મળી રહી છે. બંનેનું નવું મ્યુઝિક આલ્બમ ‘ડાન્સ મેરી રાની’ રિલીઝ થઇ ગયુ છે. જો કે અભિનેત્રીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને સેટ પરથી લાવવા માટે સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો હતો.

નોરાને સ્ટ્રેચર પર પડેલી જોઈને ચાહકો પણ ચિંતિત થઈ ગયા હતા અને પૂછવા લાગ્યા હતા કે બધું બરાબર છે. નોરા ફતેહી બીજી વાર પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે સ્ક્રીન શેર કરી રહી છે. બંનેનું નવું મ્યુઝિક આલ્બમ ‘ડાન્સ મેરી રાની’ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ ગયુ છે. પરંતુ સોંગ રિલીઝ થતા પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેને જોયા બાદ લોકો નોરાના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવા લાગ્યા છે.

વીડિયોમાં અભિનેત્રી સ્ટ્રેચર પર સૂતી જોવા મળે છે. મ્યુઝિક આલ્બમ માટે નોરાએ ‘જલપરી’નો અવતાર લીધો છે અને અભિનેત્રી માટે ટાઇટ કપડામાં ફરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. આ કારણોસર, નોરાને સ્ટ્રેચર પર સૂવડાવી ખસેડવામાં આવી હતી. નોરા ફતેહીના આ ડ્રેસ વિશે વાત કરીએ તો આ કોઈ સામાન્ય ડ્રેસ નથી. નોરાનો આ ડ્રેસ વિદેશમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેનું વજન 15 કિલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને બનાવવામાં લગભગ 3 મહિના જેટલો સમય લાગ્યો છે.

ગુરુ રંધાવા અને નોરા ફતેહીનુ નવુ ગીત રિલીઝ પહેલાથી જ ઘણુ ધૂમ મચાવી રહ્યુ છે. આ પહેલા નોરા ફતેહીનો મરમેઇડ લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એકવાર તો તેના ચાહકો તેને ઓળખી પણ ન શક્યા. નોરા ફતેહી મરમેઇડ લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Guru Randhawa (@gururandhawa)

Shah Jina