નોરા તો નોરા છે…7 નવી સ્ટાઈલિશ તસવીરો જોઈને તમે પણ દિલ દઇ બેસશો
બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે. તે સાકી સાકી ગીત બાદ ખૂબ જ પોપ્યુલર થઇ છે અને તેણે યુવા દિલોમાં તેની આગવી ઓળખ બનાવી છે. અભિનેત્રીના એક બાદ એક ડાન્સ ગીતે તેણીને ડાન્સિંગ ક્વીનના રૂપમાં સાબિત કરી છે. સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ હોય કે વીડિઓ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ જતા હોય છે..

બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહી આજે હસીનાઓની લિસ્ટમાં ટોપ પર છે. તેણે તેની એક્ટિંગ જ નહિ પરંતુ તેની ડ્રેસિંગ સ્ટાઇલ, ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે. નોરા તેના ક્લાસિક સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે. આવામાં નોરાને હાલમાં જ એકદમ અલગ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી.

નોરા ફતેહીએ વ્હાઇટ અને બ્લેક ટૂ પીસ સેપરેટ્સ પહેર્યુ હતુ અને તેમાં તેણે ફુલ સ્લીવ ટોપ સાથે શોર્ટ્સ મેચિંગ કર્યા હતા. તે આ અંદાજમાં ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી હતી. તેણે મિનિમલ મેકઅપ, સિંપલ લાઇનર અને બ્રાઇટ પિંક લિપ્સ સાથે આ લુકને કમ્પલીટ કર્યો હતો. નોરાએ ફોટોગ્રાફર્સને એકદમ હોટ અંદાજમાં પોઝ પણ આપ્યા હતા. નોરાની ફિટનેસ, હાઇ હિલ્સ અને તેના પર્સે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.

નોરા પાસે લક્ઝરી બ્રાન્ડના પર્સનું સુંદર કલેકશન છે. તે તેના આઉટફિટ્સ સાથે પર્સને મેચિંગ કરે છે. મંગળવારે પણ નોરાએ એક બ્લેક કલરનું નાનું પર્સ કેરી કર્યુ હતુ. જેની કિંમત અંદાજે 2,92,106 રૂપિયા છે.
