નોરા ફતેહીને જોઇ લોકોમાં લાગી તસવીરો લેવાની હોડ, ટૂંકા ટૂંકા શોર્ટ્સમાં એટલી હસીન લાગી રહી હતી કે મન બોલ્યુ- યે તો હોના હી થા

નોરાએ તો ભારે કરી, એરપોર્ટ પર એટલી ગોર્જીયસ લાગતી હતી કે સેલ્ફી લેવા ફેન્સની થઇ પડા પડી – જુઓ ખુબસુરત PHOTOS

બોલિવુડની ડાંસિંગ ક્વીન નોરા ફતેહી તેની સુપર હિટ તસવીરો અને તેના ધમાકેદાર ડાંસ મૂવ્સ માટે જાણિતી છે. નોરા તેની બોલ્ડ અદાઓથી ચાહકોને દીવાના બનાવતી રહે છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની હોટ અને ગોર્જિયસ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. નોરા તેની ફેશન સેંસ માટે પણ જાણિતી છે. નોરા કોઇ પણ આઉટફિટ હોય ખૂબ જ કોન્ફિડેન્ટલી તેને કેરી કરે છે. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

નોરાને ઘણીવાર પેપરાજીઓ દ્વારા એરપોર્ટ પર કે મુંબઇમાં કોઇ અન્ય જગ્યાએ સ્પોટ કરવામાં આવતી હોય છે અને આ દરમિયાનની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ જતી હોય છે. આ વખતે પણ આવું જ કંઇક થયુ.

આ વખતે જ્યારે નોરા ફતેહી એરપોર્ટ પર સ્પોર્ટ થઇ ત્યારે તેણે ઉપરથી નીચે સુધી પરફેક્ટ અને ફેશનેલબલ લુક પસંદ કર્યો હતો. તેનો સંપૂર્ણ લુક તેની ફિટ બોડી અને તેની ખૂબસુરતીને ચાર ચાંદ લગાવી રહ્યો હતો. આ જ કારણ છે કે ત્યાં હાજર પેપરાજીથી લઈને લોકોમાં તેની તસવીરો કેમેરામાં કેદ કરવાની હોડ ચાલી હતી.

નોરાએ આ વખતે ઓલ બ્લેક લુક પસંદ કર્યો. તેના કપડાથી લઈને હીલ સુધી અને તેનું પર્સ પણ બ્લેક હતું. તેણે તેના લુકને કંપલીટ કરવા જેકેટ પહેર્યું હતું. તેણે હાઈ-નેક ટોપ પહેર્યું હતું, જે સ્કિનફિટ હતું. આ સાથે, નોરાએ નેકપીસ પહેર્યા હતા, જે સ્ટાઈલ કોશન્ટમાં વધારો કરી રહ્યા હતા. આ અવતારને વધુ ગ્લેમરસ ટચ આપતા, નોરા ફતેહીએ ખૂબસૂરત પંપ હીલ્સ પહેરી હતી.

નોરાએ કાળા ચશ્મા, સોનેરી હૂપ્સ અને પોનીટેલમાં તેના લુકને કંપલીટ કર્યો હતો. તેના હાથમાં લક્ઝરી ફ્રેન્ચ ફેશન હાઉસ લુઈસ વીટનની બેગ હતી. આ ટોટ બેગ ચામડામાંથી બનાવવામાં આવ્યું હતું. ટોપ હેન્ડલ બેગની કિંમત $3,250 છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 2,43,179 રૂપિયાની બરાબર છે.

બોલિવૂડની ડાન્સ કવીન નોરા ફતેહી તેના બોલ્ડ લુક્સથી ઇન્ટરનેટનો પારો વધારી દેતી હોય છે. નોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. નોરા ફતેહી તેના લુક્સને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે.

નોરા આજે બોલિવુડમાં શાનદાર ડાંસર તરીકે જાણિતી છે. ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે. “સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.

 

View this post on Instagram

 

A post shared by instafeed India (@instafeed24x7)

Shah Jina