મોડી રાત્રે વાળને લહેરાવતી મુંબઇના રસ્તા પર આ મશહૂર હિરોઇનની થઇ રહી છે ખૂબ ચર્ચા શું તમે ઓળખો છો આ હિરોઇનને ?
મુંબઇના રસ્તા પર સ્ટાર્સને ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે, ત્યારે મોડી રાત્રે મુંબઇમાં મશહૂર અભિનેત્રીને ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની ઘણી સ્ટાઇલિશ તસવીરો કેમેરામાં કેદ થઇ હતી.
બોલીવુડની ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખ મેળવી ચૂકેલ અભિનેત્રી નોરા ફતેહી તેની શાનદાર અદાઓ અને ડાન્સ મુવ્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નોરા અવાર નવાર ઘણી જગ્યાએ સ્પોટ પણ થતી હોય છે. અને હંમેશા તેનો કાતિલ લુક પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલો રહેતો હોય છે.
હાલમાં જ નોરાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાનની નોરાની તસવીરો ઘણી વાયરલ થઇ હતી. રાત્રે તેને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામા આવી હતી. આ દરમિયાન તેણે શાઇન લેધર પેંટ અને ટેંક ટોપ પહેર્યુ હતુ. જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી હતી.
નોરાએ તેના આ લુક સાથે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા. તેણે હાઇ હિલ્સ કેરી કર્યા હતા, તેમજ તેણે યેલો બેગ સાથે કેરી કર્યુ હતુ. એરપોર્ટ પર નોરાનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો. નોરાની આ તસવીરો જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. ચાહકો પણ નોરાની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.

નોરા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ અવાર નવાર શેર કરતી રહે છે. નોરાના દિલકશ અંદાજને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે અને તેની તસવીરો તેમજ વીડિયો ઉપર ભરપૂર પ્રેમ પણ વરસાવતા હોય છે. નોરાની તસવીરો અને વીડિયો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે.

નોરા ફતેહી સ્ટાઇલ દિવા છે આ વાતમાં કોઇ શક નથી. તે જયારે પણ ઘરેથી નીકળે છે તો કમાલ કરી દે છે. હાલમાં કંઇક આવું જ થયુ. નોરા ફતેહી તેના ઘરેથી નીકળે અને તેના લુકની ચર્ચા ન થાય એવું તો બને જ નહિ અને આ વખતે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં આવી ગઇ હતી.

નોરાના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તેનું ગીત “જાલિમા કોકા કોલા” રિલીઝ થયું છે. જે ખુબ જ ધમાલ મચાવી રહ્યું છે. હંમેશાની જેમ જ નોરા પોતાના ડાન્સથી બધાનું દિલ જીતી લીધું છે. નોરા જલ્દી જ અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં જોવા મળી હતી. જેમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ હતી.
View this post on Instagram