નોરા ફતેહીના “દિલબર” ગીત ઇતિહાસ સર્જ્યો… જુઓ નોરાએ આવી રીતે મનાવ્યો જશ્ન

Wow: દૂધ જેવી રૂપાળી નોરાની આ ૭ તસવીરો દિલ જીતી લેશે..

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેના શાનદાર ડાંસ મૂવ્સને કારણે જાણિતી છે. તે તેના ડાંસથી બધાનું દિલ જીતી લે છે. આ ઉપરાંત તે તેના જબરદસ્ત ફેશન સેંસ માટે પણ જાણિતી છે.

નોરા તેના ડાંસિંગના દમ પર ઇન્ડસ્ટ્રીનો જાણિતો ચહેરો બની ગઇ છે. સોશિયલ મીડિયા પર નોરા ફતેહીની ફેન ફોલોઇંગ ખૂબ જ છે. તેના મિલિયન્સમાં ફોલોઅર્સ છે.

નોરા તેની તસવીરો અને તેના ડાંસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નોરાના સુપરહિટ ગીત “દિલબર”ને યુટયૂબ પર 1 બિલિયન વ્યુઝ એટલે કે 100 કરોડ વ્યુઝ મળી ચૂક્યા છે. જે બાદ નોરાની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે અને હાલ તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

“દિલબર” ગીતને 100 કરોડ વ્યુઝ મળવાની ખુશીનું જશ્ન નોરા ફતેહીએ મ્યુઝિક કંપની ટી સિરીઝના મેંબર અને બાળકો સાથે મનાવ્યુ હતુ. 100 કરોડ વ્યુઝ મળવાની ખુશી પર આ ગીતના મેકર્સે નોરાને મ્યુઝિક કંપની ટી સિરીઝની ઓફિસ બોલાવી અને તેને સરપ્રાઇઝ આપી હતી.

નોરાના ગીતે એક નવો રેેકોર્ડ બનાવ્યો છે. તેનું ગીત 100 કરોડનો આંકડો પાર કરી ચૂક્યુ છે જેને કારણે તે ઘણી ખુશ છે અને આ ખુશીને નોરા ફતેહીએ એલગ અંદાજમાં સેલિબ્રેટ કરી છે. નોરા આ દરમિયાન ફ્લોરેલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. નોરા આ ડ્રેસમાં ખૂબ જ ખૂબસુરત લાગી રહે છે.

નોરાનો આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોરા કેટલાક બાળકો સાથે જોવા મળી રહી છે. કોરોનાને કારણે તેણે માસ્ક પણ પહેરેલુ છે. તે નાના બાળકો સાથે ડાંસ કરવા દરમિયાન ખૂબ જ ખુશ લાગી રહી છે.

નોરા માટે આ સરપ્રાઇઝ હતુ જે તેમને ટી સિરીઝ તરફથી આપવામાં આવ્યુ હતુ. ગીતને 100 કરોડ વ્યુઝ મળવા પર નોરા ખૂબ જ ખુશ લાગી રહી હતી.

તમને જણાવી દઇએ કે, “દિલબર” ગીત વર્ષ 2018માં આવેલી ફિલ્મ “સત્યમેવ જયતે”નું ગીત હતું. નોરાએ ખુલાસો કર્યો હતો કે, આ ગીતથી તેની જે ઓળખ બની હતી તે બોલિવુડમાં પહેલા હતી નહિ. આ ગીત તેના કરિયરની શરૂઆતનું સૌથી સારૂ ગીત સાહિત થયું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા મૂળ મોરક્કો, કેનેડાની રહેવાસી છે. તેણે 2014માં રીલિઝ થયેલી ફિલ્મ “રોર : ટાઇગર્સ ઓફ ધ સુંદરબંસ”થી બોલિવુડમાં ડોબ્યુ કર્યુ હતું. આ બાદ તેણે કેટલીક હિંદી અને સાઇથ ઇન્ડિયન ફિલ્મમોમાં સ્પેશિયલ અપીયરેંસ આપી હતી.

નોરાને “બિગબોસ 9″થી ઓળખ મળી હતી. તે છેલ્લે મોટા પડદા પર “સ્ટ્રી ડાંસર 3ડી”માં જોવા મળી હતી

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina