ખુબ જ શરમજનક: આર્યન ખાનની ટીચર નુપુરે એવી જગ્યાએ ડગ છુપાવ્યું કે શરમથી લાલ થઇ જશો

મુંબઇથી ગોવા જતી વૈભવી ક્રુઝ પર શનીવારે રાત્રે રેડ પડી હતી અને એમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. કિંગ ખાનનો લાડલો આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની કસ્ટડીમાં છે.

ગુરુવાર સુધી શાહરૂખના દીકરાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં રહેશે ત્યારે તે પૂછપરછમાં પૂરતો સહયોગ આપી રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાને એક માગ કરી હતી જેને NCBએ પૂરી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખના દીકરાને NCB પાસે સાયન્સના પુસ્તકો મગાવ્યા હતા. જે હવે પોલીસે તેને આપ્યા છે.

હાલમાં જ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, આર્યન ખાનને કસ્ટડીમાં કોઈ વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. એટલું જ નહીં તેના માટે ભોજન પણ ઘરેથી નથી આવતું. રિપોર્ટ અનુસાર, આર્યન અને તેની સાથે ઝડપાયેલા અન્ય આરોપીઓને NCB પાસે આવેલી એક રેસ્ટોરાંમાંથી ભોજન પૂરું પાડવામાં આવે છે.

આર્યન સાથે ઝડપાયેલી મુનમુન મધ્યપ્રદેશની રહેવાસી છે અને તે દિલ્હીમાં રહે છે. મુનમુનનો બ્રધર પ્રિન્સ દિલ્હીમાં નોકરી કરે છે. મુનમુનની સ્કુલિંગ મધ્યપ્રદેશમાં થઇ અને 6 વર્ષ પહેલા તે દિલ્હી રહેવા આવી ગઇ હતી. તેના સોશ્યલ મીડિયાથી ખબર પડે છે કે તે મૉડલ છે.

નૂપુર સારિકા: તે દિલ્હીમાં સ્કૂલમાં નાના બાળકોને ભણાવે છે. નુપુરને અન્ય એક આરોપી મોહકે ડગ આપ્યું હતું અને તે સેનેટરી પેડમાં છુપાવીને રેવ પાર્ટીમાં પહોંચી હતી. તમને જણાવી દઈએ કે શાહરૂખના આર્યન સહિતના બીજા આરોપીઓના ફોન ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ NCBએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આર્યનની વોટ્સએપ ચેટમાંથી ચોંકાવનારા અને દોષિત સાબિત થાય તેવા પુરાવા મળી આવ્યા છે. ઈન્ટરનેશનલ રેકેટ પકડાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.

YC