દાઢી અને વાળ સાથે નુડલ્સ પણ થઇ ગયા બરફ..આવી ભયાનક ઠંડીનો વીડિયો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય

ગાભા કાઢી નાખે એવી ઠંડીમાં આ ભાઈનો વીડિયો જોઈને ઠંડી ચઢી જશે… જુઓ વીડિયો.. આવી ઠંડી પડતી હોય તો શું હાલત થાય ?

ઠંડીનું મોજું હાલ આખા દેશમાં ફરી વળ્યું છે. ગુજરાતમાં પણ ઠંડા પવનોએ તો હાડ થીજવી નાખ્યા છે. ઠંડી એવી પડી રહી છે કે લોકોને પોતાના ઘરની બહાર નીકળવાનું મન નથી થઇ રહ્યું. તો ઠંડીમાં ભારત ઉપરાંત ઘણા દેશોની હાલત તો એવી છે કે પૂછો જ નહીં. સોશિયલ મીડિયામાં પણ ઠંડી બતાવતા ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા તમે જોયા હશે.

ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા છે. કારણ કે આ વીડિયોમાં ઠંડીનું એવું દૃશ્ય બતાવવામાં આવ્યું છે જેને જોઈને જ કોઈને પણ ઠંડી ચઢી જાય. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ બરફવાળા વિસ્તારમાં ઉભેલો જોવા મળી રહ્યો છે. ત્યાં ઠંડીની હાલત એવી છે કે વ્યક્તિએ હાથમાં નુડલ્સ પકડ્યા છે તે પણ બરફ થઇ ગયા છે.

ફક્ત એટલું જ નહિ નુડલ્સ સાથે તેના વાળ અને દાઢી પર પણ બરફ જામી ગયેલ જોઈ શકાય છે. આ વ્યક્તિનું નામ જેક ફિશર છે. જે વ્યવસાયે એક અભિનેતા છે. જોકે થોડા સમય પહેલા જ તેણે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે નુડલ્સના વાટકામાં રાખવામાં આવેલી ચમચી પણ બરફ થઇ ગઈ છે અને હવામાં જ જામી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Jake Fischer (@voicesofjake)

વીડિયોમાં તે જણાવી રહ્યો છે કે તે જેવું જ ખાવાનું લઈને બહાર નીકળ્યો કે તેની આવી હાલત થઇ ગઈ. જો કે તે આ વાતાવરણની મજા પણ એટલી જ માણી રહ્યો છે. ગયા મહિને જ શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી કરોડો લોકોએ જોઈ લીધા છે અને લાખો લોકોએ લાઈક પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Jake Fischer (@voicesofjake)

વીડિયો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે ત્યાં કેટલી ઠંડી પડતી હશે. આ વીડિયોને જોઈને ઘણા યુઝર્સ હવે કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને કહેવામાં આવ્યું છે કે તેના તો વાળ પણ જામી ગયા છે. તો કોઈએ એમ પણ કહ્યું કે વીડિયો જોઈને જ ઠંડી લાગી ગઈ. તો કોઈએ એમ પણ કહ્યું કે આ વ્યક્તિ સાઈબેરિયા પહોંચી ગયો. જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની  પુષ્ટિ નથી કરતું. ઘણા લોકોનું કહેવું છે કે આ એક્ટરે વીડિયો બનાવવા માટે પણ ખાસ આ રીતે બરફ સ્પ્રે મેકઅપ પણ કર્યો હોય શકે છે.

Niraj Patel