પત્નીએ સોશિયલ મીડિયા ઉપર મિત્રો બનાવી અને પછી એની જોડે રંગરેલિયા…તેના જ પતિએ ખોલી નાખી તેની પોલ, આખી ઘટના જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

સમગ્ર દેશની અંદર હની ટ્રેપમાં લોકોને ફસાવી અને રૂપિયા હેઠવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણા લોકો સુંદર દેખાતી મહિલાની ચપેટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી જાય છે અને હની ટ્રેપનો શિકાર બનીને લાખો રૂપિયા પણ ગુમાવતા હોય છે, હાલ એવા જ એક મામલાનો ખુલાસો થયો છે, જેનો ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ હની ટ્રેપ કરનારી મહિલાના પતિએ જ કર્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર નોઈડામાં સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી અને પછી લોકોને બ્લેકમેઇલ કરીને રકમ વસૂલી કરવાની ગેંગ સક્રિય હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ અધિકારી વૃંદા શુકલાએ જણવ્યું કે સેક્ટર 41માં રહેવા વાળા દિપક કુમાર ગુપ્તાએ સેક્ટર 49માં ફરિયાદ નોંધાવી છે કે એક મહિલા સાથે તેમની ડેટિંગ એપ ઉપર મુલાકાત થઇ હતી અને બંને વચ્ચે વાતચીત વધી અને મહિલાએ તેને ઓખલા મળવા માટે બોલાવ્યો.

તેને ફરિયાદમાં આગળ જણાવ્યું કે ત્યાં બંનેની સહમતીથી એકબીજા સાથે સંબંધો બંધાયા, પરંતુ બાદમાં મહિલાએ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું અને પૈસા ના આપવા ઉપર તેને બળાત્કારના મામલામાં ફસાવી દેવાની ધમકી પણ આપી. જેના બાદ વ્યક્તિએ દબાવમાં આવીને મહિલા સાથે લગ્ન કરી લીધા. તેમને જણાવ્યું કે પીડિતના જણાવ્યા અનુસાર તેમને ખબર પડી કે મહિલા પહેલાથી જ પરણિત છે. અને તે સોશિયલ મીડિયાના માધ્યમથી છોકરાઓ સાથે મિત્રતા કરીને પોતાની જાળમાં ફસાવે છે, અને પછી તેમને બ્લેકમેઇલ કરે છે. તેમને એમ પણ જણાવ્યું કે મહિલાની આ ગેંગમાં ઘણા લોકો પણ સામેલ છે.

ડીએસપીએ જણાવ્યું કે પીડિતનો આરોપ છે કે મહિલાએ અત્યારસુધી દર્જન જેટલા લોકો સાથે આ વારદાતને અંજામ આપ્યો છે. તેમને એમ પણ જણાવ્યું કે ઘટનાનો કેસ દાખલ કરી અને પોલીસ આ મામલાની તપાસ પણ કરી રહી છે.

Niraj Patel