...
   

પોસ્ટમોર્ટમ હાઉસમાં ઐય્યાશી, લાશો વચ્ચે રંગરેલિયા મનાવતા હોવાનો વીડિયો વાયરલ

લાશો વચ્ચે ગંદુ કામ ! પોસ્ટમોર્ટમ હાઉસમાં મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોવા મળ્યો સફાઇકર્મી, સાથી બનાવી રહ્યો હતો વીડિયો

નોઈડાના પોસ્ટમોર્ટમ હાઉસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સફાઈ કામદાર પોસ્ટમોર્ટમ હાઉસના ડીપ ફ્રીઝર વાળા રૂમમાં બહારી મહિલા સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યો છે. સફાઈ કામદાર સાથે દેખાતી મહિલા બહારની હોવાનું કહેવાય છે. પોસ્ટમોર્ટમ હાઉસમાં કોઈ મહિલા કર્મચારી તૈનાત નથી. વીડિયોમાં દેખાતો વ્યક્તિ પોસ્ટમોર્ટમ હાઉસમાં જ સફાઈનું કામ કરે છે.

પોસ્ટમોર્ટમ હાઉસમાં બહારની મહિલાના પ્રવેશથી મૃતદેહો સાથે છેડછાડની ઘટના પણ થઇ શકતી હતી. મૃતદેહો સાથે ચેડા કરીને પુરાવાને પણ મિટાવી શકાતા હતા. વાયરલ વીડિયો નોઈડાના સેક્ટર 94નો હોવાનું કહેવાય છે. પોસ્ટમોર્ટમ હાઉસમાં બહારના લોકોના પ્રવેશને કારણે અહીં રાખવામાં આવેલા મૃતદેહની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

હાલમાં પોલીસે એફઆઈઆર નોંધી છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધ ચાલુ છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પોસ્ટમોર્ટમ હાઉસના ડીપ ફ્રીઝર વાળા રૂમમાં બહારી મહિલા સાથે એક પુરુષ વાંધાજનક હાલતમાં પડેલો હતો.

Shah Jina