નોઈડામાં 15 વર્ષની છોકરીએ પરિવાર અને પોલીસને પરેશાન કરી દીધા. તે ત્રણ વખત ઘરેથી ભાગી ચૂકી છે. બીજીવાર 12 વર્ષના એક પાડોશીને લઇને ફરાર થઇ ગઈ. બે વખત પોલીસ તેને રીકવર કરીને ઘરે પરત લાવી હતી. હવે જ્યારે પરિવાર શહેર છોડવાનો હતો ત્યારે તે ફરી એકવાર રફુચક્કર થઈ ગઇ. આ મામલો નોઈડાના સેક્ટર 58 સ્થિત બિશનપુરાનો છે. સગીર છોકરી સાંજે ઘરેથી ભાગી ગઈ હતી. પરિવાર પુત્રીની ખરાબ આદતોને કારણે નોઈડા છોડીને બિહાર જવાની તૈયારી કરી રહ્યો હતો.
તેના પિતા ઓટો લેવા માટે બહાર ગયા હતા અને તેની માતા અને નાની બહેનને છટકાવીને તે ગાયબ થઈ ગઈ. બે વખત બાળકીને રિકવર કરી ચૂકેલી પોલીસ ફરી એકવાર તેને શોધવામાં લાગી ગઇ. મૂળ બિહારના દરભંગાના પીડિતે જણાવ્યું કે તેને બે દીકરીઓ છે. મોટી દીકરી 15 વર્ષની અને નાની દીકરી 12 વર્ષની. લગભગ 4 વર્ષ પહેલા તે પોતાની દીકરીઓને ભણાવવા નોઈડા આવ્યો હતો.
બિશનપુરામાં ભાડે રૂમ લીધો. પતિ-પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરીને દીકરીઓને ભણાવતા હતા. પિતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2024માં મોટી દીકરી પડોશમાં રહેતી વધુ બે સગીર છોકરીઓને સાથે લઈ ગઈ. પોલીસે લગભગ એક અઠવાડિયા પછી તેને વૃંદાવનમાંથી શોધીને પાછી મેળવી. તે ઘરેથી 50 હજાર રૂપિયા લઈ ગઇ હતી. જયપુરમાં ફર્યા બાદ તે વૃંદાવન પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી લગભગ 15 દિવસ પહેલા પડોશમાં રહેતા 12 વર્ષના છોકરા સાથે ગુમ થઈ ગઈ હતી. ઘણા પ્રયત્નો પછી તે પાછી મળી.
પિતાએ પોલીસને જણાવ્યું કે હવે તેમણે નોઈડા છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ મંગળવારે સાંજે પરિવાર સાથે દરભંગા જવા રવાના થવાના હતા. તે ઓટો લેવા માટે બહાર ગયા હતા. પત્ની અને નાની પુત્રી ઘરવખરીનો સામાન પેક કરી રહ્યા હતા ત્યારે મોટી પુત્રી છટકીને ચાલી ગઇ. આરોપ છે કે પાડોશમાં રહેતો 12 વર્ષનો કિશોર પણ ગુમ છે. આ વખતે તે કિશોરને પણ પોતાની સાથે લઈ ગઇ હોવાની આશંકા છે. એડીસીપીનું કહેવું છે કે બાળકીની શોધ માટે એક ટીમ બનાવવામાં આવી છે.