પૂર્વ IPSના ઘરે ઇન્કમ ટેક્સની છાપેમારી ! બેઝમેન્ટ, 600 લોકર અને કરોડો રૂપિયા- જાણો છાપેમારીની પૂરી કહાની

IPS અધિકારીની ઘરેથી એટલા કેશ મળ્યા કે ગણતરીમાં મશીનો હાંફી ગયા, જિંદગીમાં તમે આટલી થોકડી કોઈ દિવસ નહિ જોઈ હોય, જુઓ PHOTOS

છેલ્લા 3 દિવસથી આવકવેરા વિભાગની ટીમ નોઈડામાં પૂર્વ આઈપીએસ ઓફિસર રામ નારાયણ સિંહ એટલે કે આરએન સિંહના ઘરે છાપેમારી કરી રહી છે. અધિકારીઓની ટીમ સેક્ટર 50ના બંગલા નંબર-A6માં લોકરની સતત તપાસ કરી રહી છે. આ બંગલાની અંદર લગભગ 600 લોકર છે, જેની ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ તપાસ કરી રહી છે. આ બંગલો 1983 બેચના રિટાયર્ડ IPS રામ નારાયણ સિંહનો છે, જેઓ યુપી પોલીસમાં ડીજી પ્રોસિક્યુશન હતા. આ બંગલાના ભોંયરામાં રામ નારાયણ સિંહની પત્ની અને પુત્ર માનસમ વોલેટ્સના નામે લોકર ભાડે રાખે છે. આવકવેરા વિભાગે દિલ્હીને અડીને આવેલા નોઈડામાં દરોડા પાડીને બિનહિસાબી રોકડ અને બેનામી સંપત્તિનો પર્દાફાશ કર્યો છે.

નોઈડાના સેક્ટર 50માં ઈન્કમટેક્સ વિભાગે યુપી કેડરના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી પર દરોડા પાડતા ઈન્કમટેક્સ વિભાગ પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. પૂર્વ IPSનો પુત્ર ખાનગી લોકર ફર્મ ચલાવે છે જ્યાં લોકર ભાડે આપવામાં આવે છે. જ્યારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા ત્યારે અહીં કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ પૈસા કોના છે. આઈપીએસ અધિકારી યુપીમાં પ્રોસિક્યુશનના ડાયરેક્ટર જનરલ રહી ચૂક્યા છે.રીપોર્ટ અનુસાર પૂર્વ આઈપીએસ અધિકારી સમાજવાદી પાર્ટીના ખૂબ નજીકના હોવાનું કહેવાય છે. INS અનુસાર, ભૂતપૂર્વ IPS ભોંયરામાંથી એક ફર્મ ચલાવતા હતા જેમાં 600 જેટલા લોકર છે.

બેનામી સંપત્તિ સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે અંગે વિભાગ તપાસ કરી રહ્યું છે. હકીકતમાં, આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે નોઈડા સેક્ટર 50માં એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં કરોડો રૂપિયાની રોકડ પડી છે. આ સંદર્ભે આવકવેરા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને સર્ચ ઓપરેશન પૂરું થયા બાદ અધિકારીઓ મીડિયાને માહિતી આપશે. સર્ચ ઓપરેશન દરમિયાન 5 કરોડ રૂપિયાથી વધુની રોકડ અત્યાર સુધી મળી આવી છે. 2,000 અને 500ના દરની ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. જો કે હજુ સુધી વિભાગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આવકવેરા વિભાગની ટીમ સિક્યોરિટી તિજોરીમાંથી મળેલા તમામ લોકરને મેચ કરી રહી છે અને ચાવીઓ સાથે તેમના માલિકોને પૂછપરછ માટે બોલાવી રહી છે. તેમાં ઘણા નિવૃત્ત અને વર્તમાન IAS, IPS, PCS, ડોક્ટરો, બિઝનેસમેનના લોકર છે. હવે દરોડા પછી આ અધિકારીઓ પોતે જવાનું ટાળી રહ્યા છે, જેથી તેઓ પોતાના પ્રતિનિધિ તરીકે અન્ય કોઈને મોકલી રહ્યા છે. ઉલ્લેખનીય છેે કે, ટીમે રોકડની ગણતરી માટે ત્રણ મશીન લગાવ્યા છે. રોકડ વસૂલાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સતત ગણતરીના કારણે મશીનો પણ હેન્ગ થઇ રહ્યા છે.

Shah Jina