દવાખાને રિપોર્ટ કરવા ગયેલા પતિ-પત્નીએ રીપોર્ટ જોઇને કરી લીધી આત્મહત્યા, કારણ છે ખુબ દુઃખદ

3 વર્ષ પહેલા લગ્ન થયા, રિપોર્ટ જોઈને આત્મહત્યા કરી…રૂમમાં પતિ-પત્નીના મૃતદેહ લટકેલા હતા- જુઓ રિપોર્ટમાં એવું તો શું હતું

ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા ઘણા વર્ષોથી હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. અવાર નવાર કોઇના કોઇના આપઘાતના ચકચારી બનાવ સામે આવતા હોય છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં આપઘાત કરતુ હોય છે તો ઘણીવાર કોઇ માનસિક હેરાનગતિને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે. ત્યારે ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે કોઇ વ્યક્તિ તેમની સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને કારણે પણ જીવન ટૂંકાવી લેતુ હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિ-પત્ની બંનેએ એકસાથે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ.

નોઈડાના સેક્ટર-22માં શુક્રવારે રાત્રે કેન્સરના ડરથી પતિ-પત્નીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. બંનેના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલા થયા હતા. પોલીસને મૃતક દંપતી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં બંનેએ પોતાની મરજીથી આત્મહત્યા કરવાની વાત લખી છે. સેક્ટર-24 પોલીસ સ્ટેશને મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા છે. પતિ પત્ની દ્વારા સુસાઇડ નોટમાં લખવામાં આવ્યુ છે કે, પતિને ગળાના છેલ્લા સ્ટેજનું કેન્સર છે, જેના કારણે બંને જીવ આપી રહ્યા છે. અમે લોકો હવે જીવવા માંગતા નથી. પતિ અરુણ સિંહ અને તેની પત્ની શશિ કલા સેક્ટર-22માં ભાડાના મકાનમાં રહેતા હતા.

અરુણ સેક્ટર-62માં આવેલી લેનાલેસ ગિયર ફેક્ટરીમાં એન્જિનિયર હતો. તે આઠ વર્ષથી નોઈડામાં રહેતો હતો. બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. બંનેને કોઈ સંતાન નથી. શુક્રવારે બંનેએ અચાનક ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે મોકલી આપ્યા હતા. ઘણા દિવસો સુધી તકલીફ રહ્યા બાદ તેણે તપાસ કરાવી.

તેના ઘણા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલે અરુણ રિપોર્ટ લઈને આવ્યો, જેમાં જાણવા મળ્યું કે તે ગળાના કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. રિપોર્ટ જોઈને પતિ-પત્ની ડિપ્રેશનમાં આવી ગયા. બંનેએ શુક્રવારે સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી હતી.

Shah Jina