દુનિયાની અંદર ઘણા અજીબો ગરીબ રેસ્ટોરન્ટ આવેલા છે જ્યાં બેસીને જમવાનો આંનદ માણવો કેટલાય લોકોના સપના હશે. પ્લેનની મુસાફરી દરમિયાન આપણે સ્વાદિષ્ટ જમવાનો આનંદ લઈએ છીએ, પરંતુ જો તમને એરોપ્લેનમાં બેસીને જ રેસ્ટોરંન્ટનો આનંદ મળે તો?

રાજધાની દિલ્હીથી નજીક આવેલા નોઈડાના જીઆઈપી મોલમાં એક જુના એરોપ્લેનની અંદર થીમ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે લોકો માટે એક નવો જ અનુભવ હશે. આ વિમાનની અંદર લોકો જમવા સાથે હવાઈ યાત્રા જેવો આનંદ ઉઠાવી શકશે.

લોગ તેની અંદર એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ બંનેનો આનંદ ઉઠાવી શકશે. અહીંયા પ્લેનના કોકપીટમાં પણ રુચિ રાખનારા લોકો માટે પણ પ્લેન વિશે જાણકારીની વ્યવસ્થા રાખવામાં આવશે. 15 ડિસેમ્બરથી “પ્લેન રેસ્ટોરન્ટ” શરૂ થવાની સંભાવના છે.

જે બાળકો પ્લેનની અંદર રુચિ રાખે છે અને તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છે છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા એ લોકો જે હવાઈ યાત્રા ઉપર જવાનો ખર્ચ નથી ઉઠાવી શકતા તેમના માટે પણ “પ્લેન રેસ્ટોરન્ટ”ની શરૂઆત કરવામાં આવી રહી છે. એકવારમાં તેની અંદર 50 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રન-વે થીમ ઉપર બનાવવામાં આવેલું આ રેસ્ટોરન્ટની આસપાસ સિક્યુરિટી ચેક પોઇન્ટ, પાયલટ્સ, એર હોસ્ટેસ અને કપ્તાન પણ હાજર રહેશે. જેના કારણે અહીં આવનાર વિમાનમાં બેસતા હોય તેવો અનુભવ માણી શકે.

એસોસિએટ ડાયરેક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે એ જરૂરી નથી કે જે લોકો અંદર જ જશે તે જમવાનું પણ જમશે જ. જમવા માટે અલગથી ટિકિટની વ્યવસ્થા કરવામાં આવશે. જેના કારણે એક સામાન્ય માણસ પણ પ્લેનની અંદરનો નજારો માણી શકે.