ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં ઘરનો ચિરાગ બુજાયો, બહેનોની સામે તડપી તડપીને થયુ ભાઇનું મોત

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતો કે મોતના ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં તો સોશિયલ મીડિયાનું ચલણ ખૂબ વધ્યુ છે અને લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ઘણુ કરતા પણ હોય છે. ઘણીવાર એવા સમાચાર સામે આવ્યા છે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં કોઇ યુવકે કે કોઇ બાળકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય, અથવા તો તેનું મોત થઇ ગયુ હોય. હાલમાં વીડિયો બનાવવાના ચક્કરમાં એક 13 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. નોઈડાના સેક્ટર-122 સ્થિત પ્રિથલા ગામમાંથી આ દર્દનાક દુર્ઘટના સામે આવી છે. હવે આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં સુપરમેનની જેમ ઉડવાની કોશિશ કરતા બાળકનું મોત થયું હતું. આ બાળક 5 બહેનોનો એક માત્ર ભાઈ હતો.મળતી માહિતી મુજબ મૃતક બાળક માત્ર 13 વર્ષનો હતો. તે ગળામાં દુપટ્ટો બાંધી સુપરમેનની જેમ ઉડવાની કોશિશ કરતો વીડિયો બનાવી રહ્યો હતો. આ અકસ્માત વીડિયો બનાવવા દરમિયાન થયો હતો. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ દર્દનાક ઘટના ઘરમાં બહેનોની સામે વીડિયો બનાવતી વખતે થઇ હતી.

તે જ સમયે, આ ઘટનાને કારણે ઘરના લોકોની હાલત ખરાબ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 14 મેની છે. મૃતકે સુપરમેનની નકલ કરવા માટે તેના ગળામાં કપડું બાંધ્યું હતું અને તે બોક્સ પર ઉભા રહીને ઉડવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે બોક્સમાંથી કૂદકો માર્યો કે તરત જ તેના બોક્સની એક બાજુ કપડું ફસાઈ ગયું. આનાથી તેનું ગળું દબાઈ ગયું, જેના કારણે તેનું મોત થયું. આ સમયે જ તેની બહેનો વીડિયો બનાવી રહી હતી.

આ મામલો નોઈડાના સેક્ટર 113 કોતવાલી વિસ્તારના પ્રિથલા ગામનો છે. પૃથલા ગામનો રહેવાસી બ્રૃજેશ પોતાના વીડિયોની ઈચ્છા પૂરી કરવા માટે ગળામાં દુપટ્ટો બાંધીને ઈન્ટરનેટ પર વીડિયો બનાવી રહ્યો હતો. તેનો આ વીડિયો તેની બહેન શૂટ કરી રહી હતી. આ મામલામાં નોઈડાના એડિશનલ ડીસીપીએ જણાવ્યું કે બ્રૃજેશ નામનો બાળક સોશિયલ મીડિયા પર વીડિયો મૂકવા માટે રીલ બનાવી રહ્યો હતો, તે દરમિયાન તેના ગળામાં દુપટ્ટો ફસાઈ જવાને કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો.

ત્યારબાદ તેની બહેનોએ બૂમો પાડી અને પછી પરિવાર બાળકને હોસ્પિટલ લઈ ગયો. અહીં બાળકને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેની હાલતમાં જરા પણ સુધારો થયો ન હતો. આ પછી બાળકને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

Shah Jina