યુક્રેનના રાષ્ટ્રપતિ યુરોપિયન યુનિયનમાં એવું બોલ્યા કે લોકોએ તાળીઓના ગળગળાટથી તેમને વધાવી લીધા, વીડિયો જોઈને તમે પણ ગર્વ અનુભવશો

હાલ રશિયા અને યુક્રેન વ્ચજહેં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. આજે આ યુદ્ધનો સાતમો દિવસ છે અને હજુ પણ રશિયન સેનાએ યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં હુમલાઓ કરી રહી છે. ત્યારે આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના દેશમાં બેઠા બેઠા યુરુપિયન યુનિયનને સંબોધિત કર્યું હતું.

ઝેલેન્સકીએ કહ્યું, “કોઈ અમને તોડી શકશે નહીં, કારણ કે અમે યુક્રેનિયન છીએ.” તેમણે કહ્યું હતું કે “અમારા શહેરો અવરોધિત છે. યુક્રેનના લોકો તેમની જમીન, તેમની સ્વતંત્રતા અને તેમના જીવન માટે લડી રહ્યા છે.” જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ તેમનું ભાષણ પૂરું કર્યું, ત્યારે યુરોપિયન યુનિયનની સંસદે અસાધારણ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તેમનું સ્વાગત કર્યું.

ઝેલેન્સકીએ EUને આ યુદ્ધમાં યુક્રેનની સાથે હોવાનું સાબિત કરવા વિનંતી કરી. તેમણે સોમવારે યુરોપિયન યુનિયનમાં જોડાવા માટે સત્તાવાર વિનંતી કરી હતી. ઝેલેન્સકીએ યુરોપિયન સંસદને કહ્યું. “EU અમારી સાથે ખૂબ જ મજબૂત બનશે, તે ચોક્કસ છે. પરંતુ તમારા વિના યુક્રેન એકલું પડી જશે,”

તેમણે કહ્યું, “સાબિત કરો કે તમે અમારી સાથે છો. સાબિત કરો કે તમે અમને જવા દેશો નહીં. સાબિત કરો કે તમે ખરેખર યુરોપિયન છો અને પછી જીવન મૃત્યુ પર વિજય મેળવશે અને અંધકાર પર પ્રકાશનો વિજય થશે.” જ્યારે ઝેલેન્સ્કી વિડિયો કોન્ફરન્સ દ્વારા યુરોપિયન સંસદના વિશેષ સત્રમાં જોડાયા ત્યારે સભ્યો તેમને તાળીઓ વગાડીને બિરદાવવા ઉભા થયા.

ભાવુક પળ વચ્ચે ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા યુક્રેનના બાળકોને પણ નિશાન બનાવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે સોમવારે 16 બાળકોની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “અમે યુરોપને એક કર્યું છે, પરંતુ હું નથી ઈચ્છતો કે અમે આ કિંમતે એક થઈએ.” યુરોપિયન સંસદના સભ્યોએ ઉભા થઈને ઝેલેન્સકીને બિરદાવ્યા. ઘણા સભ્યોએ યુક્રેનના ધ્વજ સાથેની ટી-શર્ટ પહેરી હતી.

Niraj Patel