ઘરમાં ક્યારેય નહીં રહે પૈસાની તંગી, માતા લક્ષ્મી સાથે કરો આ દેવની પૂજા

આ જગતમાં દરેક વ્યક્તિ પૈસાદાર બનવા માગે છે. પરંતુ લાખ મહેનત કરવા છતા તે તેના સપના પુરા કરી શકતો નથી તો ક્યારેક કોઈ વ્યક્તિ ઓછી મહેનતે પણ લાખોપતિ બની જાય છે.  કુબેરને ધનના દેવતા કહેવામાં આવે છે. મોટા ભાગે ઘરમાં ધન સંપત્તિ માટે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પરંતુ લક્ષ્મીજીની સાથે સાથે કુબેર દેવની પૂજા કરવી જોઈએ.

જો તમારે કુબેર દેવને પ્રસન્ન કરવા હોય તો સૌ પ્રથમ ઉત્તર પૂર્વ દિશાની સફાઈ કરીને ગંગાજળથી પવિત્ર કરો. ત્યારબાદ એક ચમેલીનું તેલ, સફેદ મીણબત્તી પ્રગટાવીને તે સ્થાન પર રાખો. ત્યારબાદ સાચા મનથી ભગવાન કુબેરની આરાધના કરો. એવુ કહેવાય છે કે આમ કરવાથી ભક્તની તમામ ઈચ્છાઓ કુબેર ભગવાન પૂર્ણ કરે છે.

આ ઉપરાંત તમારે દરરોજ સવારે વહેલા ઉઠીને મોતી માળા હાથમાં લઈ ॐ શ્રી, ॐ હીં શ્રી, ॐ શ્રી ક્લીં વિત્તેશ્વરાય: નમ: આ મંત્રનો જાપ 108 વાર કરવો. જો તમને સમય હોય તો આ મંત્રનો જાપ તમે સવાર સાંજ બન્ને ટાઈમ કરી શકો છો જેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

પૂજાની સાથે સાથે તમે કુબેર યંત્રની પૂજા કરશો તો વિશેષ લાભ થશે. સોનું, ચાંદી કે પછી પંચધાતુ ત્રણ માંથી કોઈ એકમાં કુબેર મંત્રને સ્થાપિત કો અથવા તમે ઈચ્છો તો બજારમાંથી પણ ખરીદી કરી શકો છો. ત્યારબાદ રોજ આ યંત્રની સાચા મનથી પૂજા કરવાથી તમારી દરેક ઈચ્છા પુરી થશે અને તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.

આમ તો આપણે કુબેર દેવની પૂજા રોજ કરી શકીએ છીએ પરંતુ અમુક ખાસ દિવસે કરવામાં આવતી પૂજાથી વિશેષ લાભ થાય છે. તેથી કોઈ પણ ચંદ્ર માસના 13માં દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. ત્યારબાદ પૂજાના સ્થળે સાફ સફાઈ કરો અને કુબેર યંત્રને સામે રાખો. પછી કુબેર યંત્ર પર પિળા ચોખા, સિંદુર અને હળદર ચઢાવો. ત્યારબાદ આંખો બંધ કરીને ભગવાન કુબેરની આરાધના કરો. આમ કરવાથી તમારા પર દેવની કૃપા બની રહેશે અને તમારા ધારેલા દરેક કામો પૂર્ણ થશે. તમને સંપત્તિની ખોટ ક્યારેય કુબર દેવ નહીં રહેવા દે.

YC