ખબર

દીકરા અને વહુનું ગળું કાપીને સસરાએ કરી નાખી હત્યા, હત્યા બાદ પિતાએ ચોંકાવનારુ ધડાકો કર્યો

દીકરા અને વહુનું ગળું કાપીને સસરાએ કરી નાખી હત્યા, હત્યા બાદ પિતાએ અંદરનો મોટો ખુલાસો કર્યો

કાનપુરમાં પોલિસે ડબલ મર્ડરની ગુથ્થી સુલજાવી દીધી છે. મૃતક દંપતિની હત્યા તેના જ ઘરમાં રહેનારા યુવકના વૃદ્ધ પિતાએ કરી હતી. કાનપુરની પોલિસે ગણતરીના કલાકોમાં જ આ કેસને સોલ્વ કરી દીધો હતો અને આ ખૌફનાક વારદાતને અંજામ આપનારા વૃદ્ધ પિતાની ધરપકડ કરી હતી. દીકરા અને વહુની હત્યા કરનારા યુવકના પિતાએ કબૂલનામાં ખૂબ ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. હત્યા પાછળ તેણે જે કારણ જણાવ્યુ છે તે કોઇના ગળે ઉતરે તેમ નથી. જો કે, પોલિસની તપાસમાં વૃદ્ધના હાથમાં લોહીના નિશાન કે કપડા પર પણ લોહી લાગેલુ મળ્યુ.

તમને જણાવી દઇએ કે, બજરિયા થાના ક્ષેત્રા રામબાગ મકાનમાં પતિ-પત્નીની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. બંનેનું ધારદાર હથિયારથી ગળુ કાપવામાં આવ્યુ હતુ. મૃતક શિવમ ચાટ ઠેલો લગાવવાનું કામ કરતો હતો. જેના લવ મેરેજ એક વર્ષ પહેલા જૂલી નામની છોકરી સાથે થયા હતા. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, મકાનમાં એક માત્ર જ મેઇન ગેટ છે અને ત્યાંથી અંદર કે બહાર આવવા જવાનો બીજો રસ્તો નથી. આ વાત પર ધ્યાન આપતા પોલિસે ઘરની અંદરથી જ કોઇના વારદાતમાં સામેલ હોવાનો શક જતાવ્યો હતો.

પોલીસે ઘરમાં હાજર તમામ લોકોનો બેન્ઝાડિન ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે મૃતક શિવમના પિતા દીપ તિવારીના હાથ પર લોહી હતું. આ જ ઘરમાં તપાસ કરતાં કપડાંમાંથી લોહીના છાંટા પણ મળી આવ્યા હતા. આકરી પૂછપરછ કરતાં મૃતક યુવકના પિતાએ પુત્ર અને પુત્રવધૂની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે પુત્ર અને પુત્રવધૂ બંનેને વારંવાર દૌરો પડતો હતા. પુત્રવધૂ અવારનવાર કહેતી હતી કે તેનો મૃત ભાઈ તેને મળવા આવતો હતો અને દીકરો પણ બહેકી વાતો કરતો હતો.

લગ્ન પછી બંને પોતાની આખી કમાણી ખર્ચી નાખતા હતા, જેના કારણે ઘરમાં રોજેરોજ કષ્ટ પડતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બધી બાબતોથી પરેશાન થઈને તેણે બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. આરોપીએ કહ્યું કે આ સિવાય પરિવારમાં અન્ય કેટલાક મુદ્દાઓ પણ હતા, જો કે હત્યાના સાચા કારણ વિશે આરોપી હાથ જોડીને કહેતો રહ્યો કે સાહેબ, કારણ પૂછશો નહીં, છે. તેણે જે કર્યું તેનો તેને કોઈ અફસોસ નથી. રાત્રે બંનેની હત્યા કર્યા પછી આરોપીઓએ પાણીમાં હાથ ધોયા અને પછી ઉપર જઇ સૂઈ ગયો.

તમને જણાવી દઈએ કે બેન્ઝાડિન ટેસ્ટ કોઈપણ કેસની ફોરેન્સિક તપાસમાં મોટી ભૂમિકા ભજવે છે. લોહીની હાજરી શોધવા માટે પદાર્થની સપાટીની તપાસ કરવામાં આવે છે. બેન્ઝાડિન ટેસ્ટ પછી તરત જ ડીએનએ કાઢવામાં આવે છે. બેન્ઝાડિન ટેસ્ટ પછી લોહીના ડાઘ મેળવીને લોહીનું ડીએનએ વિશ્લેષણ કરવામાં આવે છે. લોહીના ડાઘ મેળવવા માટે લ્યુમિનોલ નામના રસાયણનો ઉપયોગ થાય છે.