ખુશખબરી : ‘તારક મહેતા…’ને મળ્યા નવા ‘નટુકાકા’? વાયરલ તસ્વીરોમાં થયો મોટો ખુલાસો- જાણો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનું કેંસરને કારણે નિધન થઇ ગયુ છે. તે બાદથી તેમના રિપ્લેસમેન્ટ પર ચર્ચા થઇ રહી છે. હવે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ બધા ક્યાસ પર વિરામ લગાવી દીધો છે. અસિત મોદીએ જણાવ્યુ કે, નટુકાકાના પાત્રનું રિપ્લેસમેન્ટ નહિ થાય. તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ કે, હજી એક મહીનો જ વીત્યો છે સીનિયર અભિનેતાના નિધનને. ઘનશ્યામ કાકા મારા સારા મિત્ર હતા. મેં તેમની સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યુ છે. શોમાં તેમના યોગદાનની અમે ઇજ્જત કરીએ છીએ. અમે તેમના પાત્રના રિપ્લેસમેન્ટને લઇને કોઇ પ્લાન નથી બનાવ્યો.

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, ‘અમે નટુકાકાના રોલ માટે અન્ય કોઈ અભિનેતાનો સંપર્ક પણ નથી કરી રહ્યા. ઘણી બધી અફવાઓ ચાલી રહી છે પરંતુ, હું દર્શકોને વિનંતી કરું છું કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. નોંધનીય છે કે વર્ષ 2017માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી પુત્રીના જન્મ બાદ પ્રસૂતિ રજા પર ગઈ હતી. નિર્માતાઓએ હજુ તેનું રિપ્લેસમેન્ટ શોધ્યુ નથી.

સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ હતી. તેમાં ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં એક વ્યક્તિ નટુકાકા જે ખુરશી પર બેસતા હતા ત્યાં બેઠા હતા. ચાહકો દાવો કરી રહ્યા હતા કે આ નવા નટુક્કા છે. જોકે, મેકર્સે આ તસવીરની હકિકત જણાવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ખુરશી પર બેઠેલા વ્યક્તિ ગડા ઈલેક્ટ્રોનિક્સના રિયલ માલિકના પિતા છે.

Shah Jina