ખબર

આ શહેરમાં જો હેલ્મેટ નહિ પહેરો તો પેટ્રોલ નહિ મળે, શું આ કાયદો આખા દેશમાં લાગુ થવો જોઈએ? તમારું શું માનવું છે

બાઈક ચલાવનાર હેલ્મેટ પહેરવાના કાયદાને સખતાઈથી નથી લેતા અને હેલ્મેટ પહેરવાનું ટાળે છે. ત્યારે રોડ અકસ્માતો પર લગામ લગાવવાના હેતુથી નોઈડા જિલ્લા પ્રશાસને એક સખત પગલું ભર્યું છે. 1 જૂનથી હેલ્મેટ પહેર્યા વગરના દ્વિચક્રીય વાહન ચાલકોને પેટ્રોલ નહિ મળે.

Image Source

આ બાબતે જિલ્લાધિકારીએ જનપદના દરેક પેટ્રોલપમ્પના ડીલરો સાથે બેઠક કરીને તેમને આદેશ આપ્યો છે કે આ નિર્ણંયનો સખતપણે અમલ કરે. જિલ્લાધિકારીએ બૃજેશ નારાયણ સિંહે જણાવ્યું કે માર્ગ સુરક્ષા પ્રતિ લોકોમાં જાગૃકતા લાવવા માટે હવે ‘હેલ્મેટ નહિ, પેટ્રોલ નહિ’નો આદેશ નોઈડા અને ગ્રેટર નોઈડામાં લાગુ પડશે, એ પછી આને ગૌતમબુદ્ધ નગરના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે.

Image Source

તેઓએ જણાવ્યું કે રોડ અકસ્માતોમાં થઇ રહેલા મૃત્યુને કારણે જિલ્લા પ્રશાસને જનતાની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે. મોટર વાહન અધિનિયમ 1988ની ધારા 129 અંતર્ગત ચાલક અને સવારી દ્વારા કોઈ પણ દ્વિચક્રીય વાહન પર યાત્રા કરતા સમયે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જે રાઈડર્સ આ નિયમ વિરુદ્ધ જશે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. જેમાં હેલ્મેટ ન પહેરનારનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ થઇ શકે છે. અને જો કોઈ ચાલક પેટ્રોલ પંપના સ્ટાફ સાથે ખરાબ વ્યવહાર કરશે તો તેની ધરપકડ પણ કરવામાં આવશે.

Image Source

હેલ્મેટ ન પહેરવું આઈપીસીની ધારા 188 અંતર્ગત એક અપરાધ છે, જે માટે 6 મહિનાની કેદની સજા પણ થઇ શકે છે. જિલ્લા પ્રશાસને પેટ્રોલ પંપને આદેશ આપ્યો છે કે એ પોતાના પેટ્રોલ પમ્પ પર સીસીટીવી કેમેરા લગાવે જેથી હેલ્મેટ પહેર્યા વિના તેલ નંખાવવાવાળા લોકોને કેમેરામાં કેદ કરી શકાય. આ સાથે જ તેઓએ આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ આ નવા નિયમો અને તેના ઉલ્લંઘનના પરિણામોને લઈને તેમના કમ્પાઉન્ડમાં પબ્લિસિટી કરે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks