પોલીસકર્મીના અવાજ અને અંદાજે જીત્યા લોકોના દિલ, ટ્રાફિક કંટ્રોલ અને પાર્કિંગ માટે રસ્તે ઉભા રહીને કર્યું એવું કામ કે લોકો પણ કરવા લાગ્યા સલામ, જુઓ વીડિયો

આપણા દેશમાં એક સમસ્યા હંમેશા જોવા મળે છે અને તે સમસ્યા છે પાર્કિંગની. કારણ કે આજે માણસો પાસે વાહનો એટલા બધા વધી ગયા છે કે પાર્કિંગની જ્યાં સુવિધા કરવામાં આવી હોય છે ત્યાં પણ જગ્યા નાની પડતી હોય છે, ત્યારે ઘણા લોકો ગમે ત્યાં પોતાનું વાહન પણ પાર્ક કરી દેતા હોય છે. પરંતુ હાલ એક પોલીસકર્મીનો પાર્કિંગને લઈને જાગૃતતા ફેલાવતો એક સરસ મજાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે લોકોના દિલ પણ જીતી રહ્યો છે.

ટ્રાફિક પોલીસ પણ તેમનું કામ સારી રીતે કરે છે અને લોકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરતી રહે છે. ક્યારેક આ માટે અનોખી પદ્ધતિઓ અપનાવવી પડે છે. ટ્રાફિક પોલીસને અનોખી રીતે લોકોને નિયમોના પાઠ ભણાવતા તમે ઘણી વાર જોયા હશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચંદીગઢની એક ટ્રાફિક પોલીસ અનોખી રીતે લોકોને ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કરી રહી છે અને નો પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક ન કરવાની ચેતવણી આપી રહી છે.

હાલમાં જ ટ્વિટર પર IPS દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ચંડીગઢના ટ્રાફિક એએસઆઈ ભૂપિન્દર સિંહ રોડની એક બાજુએ પ્રખ્યાત ગીત ‘બોલો તારા રા રા’ ગાતા જોવા મળે છે. પરંતુ આ ગીતના બોલ અલગ છે અને બીટ એક જ છે. આ વીડિયો દ્વારા તે લોકોને નો પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક ન કરવાની ચેતવણી આપી રહ્યા છે.

લોકોને ટ્રાફિકના નિયમો શીખવવાની આ અનોખી રીતની ઇન્ટરનેટ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને ઘણા લોકોએ ટ્રાફિક પોલીસની રીતની પ્રશંસા પણ કરી હતી. એક યુઝરે લખ્યું- આ પાજી એક જ સંગીત પરંતુ અલગ-અલગ ગીતો ગાવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. બીજાએ લખ્યું, “અચાનક કારમાંથી બહાર નીકળવાની અને તેની સાથે “તારા રા રા” કહેવાની ઈચ્છા. “ખરેખર એટલું સારું ગાયું છે કે ડ્રાઇવરો વાહન ચલાવવાને બદલે રોકી અને સાંભળી શકે છે.

Niraj Patel