મનોરંજન

VIDEO : એરપોર્ટ પર ભારે ભીડ વચ્ચેથી નીકળી ‘બેબો’ કરીના કપૂર, છતાં થયું એવું કે…

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન છેલ્લા થોડા દિવસોથી લંડનમાં પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે રજાઓ ગાળી રહી છે. આ વચ્ચે તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સના શૂટિંગ માટે મુંબઈ આવતી-જતી રહે છે. જણાવી દઈએ કે કરીના કપૂર ટેલિવિઝન પર આવતા આ શોમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

The new generation kid

A post shared by Taimur ali khan (@taimuralikhanpataudiakanawab) on

એમને લંડનના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર આવતી રહે છે ત્યારે હમણાં જ એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કરીના કપૂર સાથે તૈમૂર છે. આ વિડીયો એરપોર્ટનો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી કરીના કપૂર ભીડ વચ્ચેથી નીકળે છે, પણ કોઈ તેમને નથી ઓળખી શકતું. લોકો કરીના જ નહિ પણ તૈમૂરને પણ ઓળખી શક્યા નથી.

આ વીડિયોને તૈમૂરના ફેન ક્લબ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને કૅપ્શન લખ્યું છે કે ‘શું તમે એને ઓળખી શકો છો?’ તૈમૂરના આ વિડીયો પર લોકો જુદી-જુદી કૉમેન્ટ્સ કરી રહયા છે. જણાવી દઈએ કે તૈમૂર હાલમાં માતાપિતા સાથે લંડનમાં વેકેશન ગાળી રહ્યો છે. અને આ વેકેશનની કેટલીક તસવીરો પણ સામે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

Can you spot him

A post shared by Taimur ali khan (@taimuralikhanpataudiakanawab) on

કરીના સાથે જ તેની બહેન કરિશ્મા પણ લંડનમાં પોતાના બાળકો સાથે રજાઓ માણી રહી છે. ત્યારે કરીના અને કરિશ્માની પણ એકસાથે હેન્ગઆઉટ કરતી તસવીરો સામે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

#love❤️

A post shared by KK (@therealkarismakapoor) on

આ સિવાય કરીના અને કરિશ્માને લંડનમાં કરણ જોહર પણ મળ્યા હતા, જેની તસ્વીર પણ કરણ જોહરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરોમાં ત્રણેય જણા બ્લેક ટી-શર્ટમાં દેખાઈ રહયા છે. સનગ્લાસિસ લગાવીને આ ત્રણેય બિંદાસ અંદાજમાં પોઝ આપ્યો હતો. કરીના-કરિશ્માની એક બીજી તસ્વીર શેર કરીને કરણ જોહરે લખ્યું – ‘Sister Act!’

 

View this post on Instagram

 

Sister Act! ❤️@therealkarismakapoor #bebo

A post shared by Karan Johar (@karanjohar) on

જણાવી દઈએ કે લંડનમાં કરીના કપૂર ફિલ્મ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ કરી રહી છે અને સૈફ અલી ખાન ‘જવાની જાનેમન’નું શૂટિંગ કરી રહયા છે. દરમ્યાન કરીના કપૂરે ટેલિવિઝન જગતમાં પણ ડેબ્યુ કર્યું છે. તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7માં જજની ભૂમિકામાં દેખાઈ રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks