ખબર

રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, સરકારનો નિર્ણય સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠશો

વધતા જતા કોરોના સંક્રમણમાં રેમડેસિવિર ઈન્જેક્શનએ જડીબુટ્ટી સમાન સાબિત થઇ રહ્યું છે ત્યારે આ ઈન્જેક્શનને લેવા માટે લાંબી લાઈનો પણ લાગે છે અને કાળાબજારીઓ આ ઈન્જેક્શનને માનવતાને નેવે મૂકી મોં માંગી કિંમતે પણ વેચી રહ્યા છે. ત્યારે હવે રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવે રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે પણ તમને આ ઈન્જેક્શન મળી શકશે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પણ આ પરિપત્ર જાહેર કર્યો છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે હાઇકોર્ટમાં યોજાયેલી ઓનલાઇન સુનવણીની અંદર રેમડેસિવિર ઈન્જેક્શનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં AG કમલ ત્રિવેદીએ કહ્યું કે, “રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી. ફૂડ અને ડ્રગ્સ વિભાગનો પણ તેના પર કંટ્રોલ નથી.”

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી  અમદાવાદની કોઇ પણ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે.