ખબર

હોસ્પિ.માં દાખલ થવા બાબતે મોદી સરકારે નિર્ણય બદલ્યો, જાણીને રાહત થશે

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે.

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે સરકારે તેમની નીતિમાં ફેરફાર કર્યા છે.

કેન્દ્ર સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે કે કોઈ પણ જગ્યા પર દર્દીને દાખલ થવા માટે રહેઠાણનું પ્રૂફ/એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે. કોઈ પણ દર્દીને હોસ્પિટલ બહારનું હોવાનું કહીને સારવાર આપવાની ના પાડી શકાશે નહીં. જે તે હોસ્પિટલે દર્દીની જરૂરિયાત પ્રમાણે તેને સારવાર આપવાની રહેશે, પછી ભલે તે ગમે તે શહેરનો નિવાસી હોય.

કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે હવેથી કોઈ પણ દર્દીને દાખલ થવા માટે કોરોના વાયરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ હોવો જરૂરી નથી. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે જો કોઈ શંકાસ્પદ કેસ આવે છે તો તેને CCC, DCHC or DHC જેવા વોર્ડમાં રાખી શકાય.