ખબર

રાજ્યમાં નવા વર્ષે કોઈ ફી વધારો નહીં કરવામાં આવે: રાજ્ય સરકારનો નિર્ણય

હાલ લોકો કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ હોય લોકોના ધંધા પર પણ અસર પડી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો કરવામાં નહીં આવે.આ નિર્ણય ગુજરાતની તમામ ખાનગી શાળાને લાગુ પડશે એટલું જ નહીં પરંતુ જે તે વાલી સગવડ પ્રમાણે જરૂર જણાય તો છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. ત્રિમાસિક ફી ભરવાને બદલે માસિક ફી ભરવાની પણ સંમતિ અપાશે. સોમવારે રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયની માહિતી આપી હતી.

Image Source

મુખ્યમંત્રીના સચિવે અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા સંચાલકો સાથે એક બેઠક યોજી હતી. સરકારના નિર્ણય મુજબ કોઈ પણ સ્કૂલ પહેલી જૂન પહેલાં ખૂલવાની નથી, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા અંગે અત્યારે જે અનિશ્ચિતતા છે તે અંગે 17મીએ વેકેશન ખુલ્યા બાદ નિર્ણય લેવાશે. આ ઉપરાંત, સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પણ 1 જૂન બાદ જ શરુ કરવામાં આવશે.

Image Source

રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓમાં તા. 15 એપ્રિલથી 16મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોલેજો- યુનિવર્સિટીઓની પરીક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરાશે. આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરાશે.

Image Source

સચિવે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી 16મી એપ્રિલના ગુરુવારથી શરૂ થશે. આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતી સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. જ્યાં જરૂર લાગશે ત્યાં વધારાના ઓરડાઓેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.