Amitabh Bachchan arrested ? : અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ કેટલીકવાર ફિરકી લેવાથી પણ પાછા નથી હટતા. તેમણે આજે સવારે સોશિયલ મીડિયા પર પોલીસની કાર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – ધરપકડ. તેમનો આ ફોટો જોતજોતા જ વાયરલ થઇ ગયો અને ફેન્સ પણ મજા કરવા લાગ્યા હતા.
તેમનું કહેવું છે કે બિગ બીએ ભૂતકાળમાં બનેલી ‘બાઈક’ ઘટના વિશે જ આ ફની પોસ્ટ શેર કરી છે. 80 વર્ષના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ મુંબઈ પોલીસની જીપ આગળ ઉભેલા જોવા મળે છે. તેમણે કેપ્શનમાં લખ્યું- અરેસ્ટેડ. આ પોસ્ટ પર એક ચાહકે ફની કોમેન્ટ કરી, ‘ડોનને પકડવો મુશ્કેલ નહિ, નામુમકિન છે. સાહેબ.’ બીજાએ લખ્યું, ‘સર ફરી હેલ્મેટ વિના.’
અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘આખરે ડોન મુંબઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો.’ આ પહેલા અમિતાભ બચ્ચને એક ફોટો શેર કર્યો હતો જેમાં તેઓ બાઇક પર સવારી કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે તે મુંબઈના ટ્રાફિકથી બચવા માટે બાઇક પર સવાર હતા. પરંતુ આ ફોટો બિગ બી માટે મુશ્કેલી બની ગયો. તેમની પોસ્ટ પર યુઝર્સે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું કે બાઇક ચાલક હેલ્મેટ વિના બાઇક ચલાવી રહ્યો છે.
આ પછી મુંબઈ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી ગઈ. રિપોર્ટ્સનું માનીએ તો બિગ બીને આને લઇને દંડ પણ ભરવો પડ્યો, પરંતુ બાદમાં તેમણે પોતાના બ્લોગમાં આ તસવીર પાછળની એક અલગ જ કહાની કહી. બોલિવૂડના સુપર હીરોએ જણાવ્યું કે બાઇક ચલાવનાર વ્યક્તિ ક્રૂ મેમ્બર હતો અને તે ક્યાંય જઈ રહ્યો ન હતો, પરંતુ મસ્તી કરી રહ્યો હતો. વાસ્તવમાં તે શૂટિંગ કરી રહ્યા હતા અને તેમણે ફોટો શેર કરતા કહી દીધુ કે તે સમય બચાવવા માટે બાઇક રાઇડ કરી રહ્યા છે.