ફિલ્મી દુનિયા

સુશાંત આત્મહત્યા કેસની CBI ઈન્કવાયરી થશે? ગૃહમંત્રીએ આપ્યો જવાબ…ચાહકોને ધ્રાસ્કો પડ્યો

અભિનેતા સુશાંત સિંહ રાજપુતેની આત્મહત્યાને એકે મહિના કરતા પણ વધુ સમય થઇ ગયો છે. સુશાંતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ઉપર નેપોટિઝ્મ મુદ્દે ઘણા સવાલો ઉઠ્યા હતા અને તેને લઈને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો અને દિગ્ગજ કલાકારોના નામ પણ સામે આવ્યા હતા. સુશાંતની આત્મહત્યા બાદ તેના ચાહોમાં ભારે રોષ છે અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સાથે તેના ચાહકો પણ આ કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગણી કરી રહ્યા છે.

Image Source

ત્યારે આ બાબતે મહારાષ્ટ્ર્ના ગૃહમંત્રી અનિલ દેશમૂકે સુશાંતની આત્મહત્યા માટેની સીબીઆઈ તપાસને ઠુકરાવી દીધી છે. તેમને કહ્યું છે કે: “સુશાંત સીંહ રાજપુતની આત્મહત્યા મામલામાં સબીઆઈ તપાસની આવશ્યકતા નથી લાગી રહી, કારણ કે મુંબઈ પોલીસ આત્મહત્યા બાદ તરત જ તેની તપાસ કરવામાં લાગી ગઈ છે. એક મહિનામાં આ વિષયમાં તપાસ અને પૂછપરછ ચાલુ જ છે. મુંબઈ પોલીસ દરેક મુદ્દો ઉકેલવામાં સક્ષમ છે.”

અનિલ દેશમુખનું કહેવું છે કે મારી પાસે સીબીઆઈ તપાસની માંગણીને લઈને ઘણી ટ્વીટ આવે છે, પરંતુ મને લાગે છે કે સીબીઆઈ તપાસની આવશ્યકતા નથી. દરેક એન્ગલને મુંબઈ પોલીસ ઉકેલી લેશે. તપાસ પુરી થતા જ તેના અંતિમ રિપોર્ટની વિસ્તૃત જાણકારી પણ આપી દેવામાં આવશે.

સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી એ અભિનેતાના આત્મહત્યાના મામલામાં સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. રિયાએ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરીને ગૃહ મંત્રી અમિત શાહને પણ ટેગ કરીને લખ્યું હતું કે “સુશાંતની આત્મહત્યાના મામલામાં સીબીઆઈ તપાસ કરવામાં આવે અને એ તપાસ કરવામાં આવે કે સુશાંત ઉપર શું દબાવ હતો જેના કારણે તેને આવું પગલું ભર્યું.”

આ ઉપરાંત બિહારના પૂર્વ સંસદ પપુ યાદવ, અભિનેતા શેખર સુમન, રૂપા ગાંગુલી, બીજેપી સંસદ સુબ્રમણ્યમસ્વામી , આરજેડી નેતા તેજસ્વી યાદવ સમેત ઘણા લોકોએ સુશાંતની આત્મહત્યા મામલામાં સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.