ખબર

લોકડાઉનમાં ઘરે બેઠેલા કર્મચારીઓને લાગશે ઝાટકો, કંપનીઓ નહિ આપે આખો પગાર?? સુપ્રીમ કોર્ટે કર્યો આ આદેશ

લોકડાઉન ચાલી રહ્યું છે અને એને કારણે દેશની અર્થવ્યવસ્થાને પણ અસર પડી રહે છે. મોટા ભાગના ઔદ્યોગિક એકમો અત્યારે બંધ છે, અને આવા સમયમાં કર્મચારીને પગાર આપવામાં પણ કંપનીઓ અસમર્થ સાબિત થઇ રહી છે. ત્યારે શુક્રવારે સુપ્રીમ કોર્ટે દેશભરમાં પ્રશાસનને આદેશ આપ્યો છે કે લૉકડાઉનનમાં પૂરુ વેતન ના આપી શકતી કંપનીઓ વિરુદ્ધ કોઇ કેસ દાખલ ના કરવામાં આવે.

Image Source

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, તેઓ કંપનીઓ વિરુદ્ઘ કેસ ના કરે, જે COVID-19ના કારણે રાષ્ટ્રવ્યાપી બંધના દરિમયાન પોતાના કામદારોને પુરો પગાર આપવામાં અસમર્થ છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્નર રાવ, સંજય કિશન કૌલ અને બી આર ગવઇની પીઠમાં કેન્દ્ર અને રાજ્યોને પૂરી ચૂકવણી ના કરનારી કંપનીઓ વિરુદ્ઘ કેસ ના ચલાવવા આદેશ કર્યો છે. જોકે તેમણે ઔદ્યોગિક એકમોની તરફથી અરજી કરવામાં આવેલી યાચિકા પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે.

Image Source

નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 માર્ચના એક સર્કુલર જારી કર્યો જેમાં કંપનીઓને આદેશ કરવામાં આવ્યો હતો કે, રાષટ્ર્વ્યાપી બંધ દરમિયાન કર્મચારીઓને પેમેન્ટ પૂરુ આપે. ત્યારે ઔદ્યોગિક એકમો દાવો કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે ઉત્પાદન જ બંધ છે એટલે તેમની પાસે પગાર ચૂકવવા માટે કોઈ વિકલ્પ જ નથી. તેમને કોર્ટને કહ્યું કે કોરોના વાયરસના રોગચાળાને કારણે થયેલા લોકડાઉન દરમ્યાન વર્કફોર્સને પેમેન્ટ કરવામાં સંપૂર્ણ રીતે છૂટ આપવી જોઇએ. આ અરજી મુંબઈની એક કાપડની કંપની અને 41 નાના સંગઠનોના પંજાબના એક ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

એશિયન પેઇન્ટ્સ કરી રહી છે કર્મચારીઓના પગારમાં વધારો –

Image Source

એક તરફ જયારે આ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તો બીજી તરફ આ લોકડાઉનમાં પણ પોતાના કર્મચારીઓનું મનોબળ ઊંચું રહે એ માટે એશિયન પેઇન્ટ્સે પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ છટણી અને પગારમાં કાપ કરવાના બદલે કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, કંપનીએ વેચાણની ચેનલમાં મદદ કરવાનો પણ નિર્ણય કર્યો છે. અને ઠેકેદારોના ખાતામાં રૂપિયા પણ ટ્રાન્સફર કરરી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.