ખબર

કોવિડશિલ્ડના ડોઝ લીધા બાદ ના બની એન્ટીબોડી તો એક વ્યક્તિએ અદાર પૂનાવાલા વિરૂદ્ધ દાખલ કરાવી ફરિયાદ

કોવિડશિલ્ડના ડોઝ લીધા બાદ એન્ટીબોડી ના બનવા પર એક વ્યક્તિએ સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇંડિયા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

લખનઉના રહેવાસી પ્રતાપ ચંદ્રાએ આરોપ લગાવ્યા છે કે, તેમણે કોવિડશિલ્ડ વેક્સિન લગાવી છે. તે બાદ પણ તેમના શરીરમાં એન્ટીબોડી બની નથી. ચંદ્રાએ કોવિડશિલ્ડનો પહેલી ડોઝ 8 એપ્રિલે લગાવ્યો હતો અને તે બાદ સરકાર દ્વારા પ્રમાણિત લેબમાં કોવિડ એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે ફરિયાદમાં કહ્યુ કે, વેક્સિન લીધા બાદ કોઇ એન્ટીબોડી તો ડેવલોપ નથી થઇ. પરંતુ તેમના પ્લેટલેટ્સ 3 લાખથી ઘટીને 1.5 લાખ સુધી પહોંચી ગયા છે.

પ્રતાપ ચંદ્રાએ 21 મેના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે, આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યુ કે, કોવેક્સિનના બંને ડોઝ લેવાથી શરીરમાં એન્ટીબોડી બને છે, જયારે કોવિડશિલ્ડનો પહેલો ડોઝ લીધા બાદ પણ શરીરમાં સારી એન્ટીબોડી બનવા લાગે છે.

પ્રતાપ ચંદ્રાએ કહ્યુ કે, મને એ પણ શક છે કે મને વેક્સિનની આડમાં પાણી ભરીને તો આપવામાં નથી આવ્યુ ને ? હું એકલો જ છુ કે જેની એન્ટીબોડી બની નથી. મારા જેવા કેટલાક લોકો છે જેની ફરિયાદ સાંભળવામાં આવી નથી. જો મારી ફરિયાદ પર કાર્યવાહી ના થઇ તો 6 જૂને કોર્ટ જઇશ.