સાઉથની મશહૂર અભિનેત્રીએ Swiggyથી મંગાવ્યુ હતુ ખાવાનું, પેકેટ ખોલતા જ આંખો ફાટી ગઈ

શરમજનક: સાઉથની આ બોલ્ડ અભિનેત્રીએ મંગાવ્યું ફૂડ, પાર્સલમાંથી જે નીકળ્યું એ જોઈને ચીતરી ચડશે

જો તમે તમારુ મનપસંદ કોઇ પણ જમવાનું મંગાવો અને તેમાં કોઇ કીડા કે વંદો હોય તો શુ થશે ? ઘણીવાર આવા મામલા સામે આવે છે. આનાથી ના માત્ર ખાવાનું મંગાવનારનો મૂડ ખરાબ થાય છે, પરંતુ ઓનલાઇન ફૂડ ડિલીવર કરનાર કંપનીઓને પણ મુશ્કેલી થઇ જાય છે.

તમિલની મશહૂર અદાકારા નિવેથા પેથુરાજ સાથે પણ આવી જ ઘટના બની. તેણે ઓનલાઇન ફૂડ પેકેટનો ઓર્ડર આપ્યો હતો પરંતુ તેમના ફૂડ પેકેટમાં એવી વસ્તુ મળી કે તે જોઇને તેમના તો હોંશ જ ઉડી ગયા.

અભિનેત્રી નિવેથા પેથુરાજે બુધવારના રોજ સોશિયલ મીડિયા પર તેના ખાવાની એક તસવીર શેર કરી જે ફૂડ એપ Swiggyથી મંગાવેલ ઓર્ડર હતો. આમાં વંદા મળ્યા, જે બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયાનો સહારો લેતા ફૂડ ડિલીવરી એપ સહિત રેસ્ટોરન્ટની પણ ક્લાસ લઇ લીધી.

નિવેથાએ લખ્યુ કે, મને આ વાતનો કોઇ આઇડિયા ન હતો કે Swiggy ઇન્ડિયા અને તેમાં હાજર રેસ્ટોરન્ટે કયુ સ્ટાન્ડર્ડ બનાવેલુ છે. મને મારા ખાવામાં બે વાર વંદા મળી ચૂક્યા છે. આ રેસ્ટોરન્ટ પર સખ્ત કાર્યવાહી થવી જોઇએ. સાથે તેમના પર ફાઇન પણ લગાવવો જોઇએ.

તેણે વધુમાં લખ્યુ કે, મુનલાઇટ રેસ્ટોરન્ટને પણ એપ પરથી હટાવી દેવી જોઇએ. અભિનેત્રીનું કહેવુ છે કે, કેટલાક લોકો તેમની આ પોસ્ટ પર રિએક્ટ કરી રહ્યા છે અને તેમને મેસેજ કરી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે, આ રેસ્ટોરન્ટથી તેમના પણ ખાવામાં વંદો આવ્યો છે.

Swiggyએ લખ્યુ કે, નિવેથા, અમે તમારા આભારી છીએ કે તમે અમારામાં વિશ્વાસ બતાવ્યો. તમારી ધીરજનું અમે ધ્યાન રાખીશુ. અમારી ટીમના સભ્યે મારવેલ આ પર પગલુ ભરશે, નિશ્ચિંત રહો. આ મુદ્દો રેસ્ટોરન્ટ સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે.

Shah Jina