ખબર

સવજીભાઈ ધોળકિયાએ પોતાના સરોવરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને વૉટર રાઇડનો આનંદ કરાવ્યો, જુઓ PHOTOS

ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા ગુજરાતમાંજ નહિ પરંતુ હવે તો વિશ્વભરમાં એક મોટું નામ ધરાવી રહ્યા છે. પોતાના વિવિધ કામો દ્વારા સવજીભાઈ ધોળકિયા હંમેશા પ્રકાશમાં આવતા રહ્યા છે.

હાલ સવજીભાઈએ પોતાના ગામ દુધાળામાં એક અત્યાધુનિક તળાવનું નિર્માણ કર્યું જેનું નામ નારણ સરોવર આપ્યું. પોતાના ગામવાસીઓને પાણીની અછત ના રહે તે માટે તેમને આ તળાવનને ઊંડું કરાવી આધુનિક બનાવ્યું હતું.

પરંતુ આ તળાવનો લાભ માત્ર તેમના ગામ દુધાળાને જ નહિ પરંતુ આસપાસના 20 ગામોને મળી રહયો છે.  આ તળાવ ઉનાળાની અંદર દુધાળા તેમજ આસપાસના ગામોની પાણીની તંગીને સંતોષશે.

હાલ ચોમાસાના કારણે દુધાળા ગામનું નારાયણ સરોવર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. સવજીભાઈએ આ તળાવને માત્ર ઊંડું જ નથી કરાવ્યું સાથે સાથે તળાવને આધુનિકતા તરફ પણ લઇ ગયા છે.


તળાવની અંદર અલગ અલગ વૉટર રાઈડનો આનંદ પણ આસપાસના ગામો અને પ્રવાસીઓ માણી શકે છે. જેના કારણે દુધાળા ગામનું આ નારણ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપ દાસ સ્વામી સાથે સવજીભાઈએ પોતાના ગામના આ તળવામાં વૉટર રાઇડનો આનંદ માણ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિત્યસ્વરૂપ દાસ સ્વામીને સ્કૂટર બોટમાં જાતે સવજીભાઈએ ડ્રાઈવ કરી ફેરવ્યા હતા. તેના ફોટા અને વિડિઓ પણ સવજીભાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં શેર કર્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.