ચાહકોની આતુરતાનો આવી ગયો અંત “તારક મહેતા…”માં થઇ ગઈ હવે નવા ટપુની એન્ટ્રી, જુઓ કોણ લેશે હવે રાજ અનડકટની જગ્યા, મેકર્સે કર્યો ખુલાસો

દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બની ચૂકેલ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શોની જેમ તેના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવતા હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં શોમાં ઘણા બધા બદલાવ પણ જોવા મળ્યા છે. શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું અને તેમની જગ્યા નવા અભિનેતાએ લીધી હતી.

શૈલેષ લોઢાની સાથે શોમાં ટપુનું પાત્ર નિભાવી રહેલા રાજ અનડકટે પણ શોને અલવિદા કહીને ચાલ્યો ગયો હતો અને તેના પાત્રને રિપ્લેસ કરવા માટે ઓડિશન પણ ચાલી રહ્યા હતા ત્યારે હવે શોના મેકર્સ દ્વારા નવા ટપુની જાહેરાત કરી દેવામાં આવી છે. શોના મેકર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જલ્દી જ નવા ટપુને લઈને આવશે અને હવે તેમણે તેમનું વચન પણ પૂરું કરી દીધું છે અને જલ્દી જ શોમાં નવો ટપુ જોવા મળશે.

શોના નિર્માતાઓએ ‘ટપુ’ના રોલ માટે નીતિશ ભાલુનીને કાસ્ટ કર્યો છે. હવે ટૂંક સમયમાં જ નીતિશ ‘ટપુ’ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરશે. નીતિશ ભાલુની આ પહેલા ટીવી સીરિયલ ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળી ચુક્યો  છે. હવે તે ‘જેઠાલાલ’ના પુત્ર ‘ટપુ’ તરીકે દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે.

અગાઉ રાજ અનડકટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને જાણ કરી હતી કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહ્યો છે. રાજે ડિસેમ્બરમાં શોને અલવિદા કહ્યું. તેણે લખ્યું કે હેલો મિત્રો, દરેક સમાચાર પર બ્રેક લગાવવાનો સમય આવી ગયો છે. મારી સફર નીલા ફિલ્મ પ્રોડક્શન અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે પૂરી થાય છે. તે મારા માટે અદ્ભુત પ્રવાસ રહ્યો છે. મેં ઘણા મિત્રો બનાવ્યા અને તે મારી કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણ હતી.

Niraj Patel