ખબર

અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મોરબીના નીતિનભાઈ બદાણીના આ હતા છેલ્લા શબ્દો- વાંચીને તમારી આંખ પણ ભરાઈ આવશે

ગુરુવારે મોડી રાતે રાજકોટના આનંદ બંગલા વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં 5 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં મોરબીના એક વ્યક્તિનું પણ નિધન થયું હતું.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મોરબીના સનાળા બાયપાસ પાસે ઇસ્કોન ફ્લેટમાં રહેતા નીતિનભાઈ મણિલાલ બદાણીને 12 દિવસ પહેલા કોરોના થયો હતો. તેથી સારવાર અર્થે તેને ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની આગલી રાતે પુત્ર અને પરિવારજનો સાથે વીડિયોકોલમાં વાત કરી હતી.

Image source

નીતિન ભાઈ જમતા ના હોય તેની ચિંતામાં પુત્ર અંકિત દરોજ સવારે 5 વાગ્યા સુધી જાગતો રહેતો હતો. પરંતુ નીતિન ભાઈએ કીધું હતું કે, હવે હું જમતો થઇ ગયો છું તો આજે તું થોડો વહેલો સુઈ જા. પરંતુ અંકિતને ક્યાં ખબર હતી કે, પિતા કાયમ માટે સુઈ જશે.

જણાવી દઈએ કે, નીતિન ભાઈએ અંકિતને જણાવ્યું હતું કે, હવે હું જમું છું અને મને ભૂખ પણ લાગે છે તેથી સવારે નાસ્તો લઈને જલ્દી આવજે મોડું ના કરતો. મને હવે અહીં ગમતું નથી. મારે તમને બધાને જોવા છે. મારે ઘરે આવવું છે. બધા સાથે વિડીયો કોલમાં વાત કરી હતી.તો અંકિતે જણાવ્યું હતું કે, તેને ઉછીના દોઢ લાખ રૂપિયા લઈને જમા કરાવ્યા હતા. તો વધુમાં અંકિતે જણાવ્યું હતું કે, વહેલી સવારે મારા મોબાઈલ પર ફોન આવ્યો કે, તમારા પિતાનું અવસાન થયું છે. આ વાત મને માનવામાં આવતી ના હતી . તેથી હું પરિવાર સાથે હોસ્પિટલ ગયો હતો.જ્યાં મારા પિતાનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે, મારા પિતાની સિવિલમાં સારવાર કરાવી હોત તો તેમનો જીવ બચી જાત.

Image source

ઉલ્લેખનીય છે કે નીતિનભાઈ છેલ્લા 2.5 વર્ષથી મોરબીમાં નિવૃત્તિ જીવન જીવી રહ્યા હતા. નીતિનભાઈના પરિવારમાં પત્ની ઇન્દુબેન, પુત્ર અંકિત અને પુત્રવધુ વિધિબેન હતા. નીતિનભાઈની સ્થિતિ સામાન્ય હતી. પુત્ર અંકિત ખાનગી બેંકમાં નોકરી કરે છે. પોતે ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતા.