ખબર

અમદાવાદમાં અચાનક કેસમાં વધારો થતા નાયબ મુખ્યમંત્રીએ નવા વર્ષના દિવસે જ લોકડાઉનને લઈને આપ્યું હતું આ નિવેદન

વિક્રમ સંવત 2077નો પ્રારંભ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ અમદાવાદમાં કોરોના ચિંતાનો વિષય બન્યો છે. ગણતરીના દિવસોમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવા વર્ષ ના દિવસે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે નીતિન પટેલે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

Image source

નીતિન પટેલે કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઈને રીવ્યુ બેઠક યોજી હતી. ગુજરાતમાં પહેલા 1200 કેસ આવતા હતા જે ઘટીને 900 થયા હતા. પરંતુ બાદમાં ફરી કોરોના કેસનો આંકડો 1000-1200ની આસપાસ પહોંચ્યો છે. અમદાવાદમાં કેસ વધી રહ્યા છે ત્યારે લોકડાઉન લાગશે કે કેમ તે અંગે નાયબ મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો. નીતિન પટેલે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, “લોકડાઉન નહીં થાય પરંતુ જરૂર પડશે તો વ્યવસ્થા વધારીશું”. તહેવારના કારણે લોકો બહાર નીકળ્યા હતા જેના કારણે સંક્ર્મણ વધ્યું છે.

Image source

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.આગામી સમયમાં જરૂર જણાઇ આવે તો વધુ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં બદલવામાં આવશે. કેસોમાં વધારો થતાં હવે લોકોમાં ફરી કોરોનાનો ભય જોવા મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ ભરાવવા લાગતાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ફરી ભયજનક બની રહી છે.