ખબર

વેપારીઓ વેક્સિન બાબતે ગુજરાત સરકારે કર્યો આ નિર્ણય, પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટશે? જાણો વિગત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના વેક્સિનેશન અંગે ચર્ચા કરી છે. ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલ ચર્ચા વિશે તેમણે કહ્યું કે, રાજ્યના 3 કરોડ 1 લાખ 74 હજાર 789 લોકોને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપી દેવાયો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગઈ કાલે અને આજે કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા થઇ એ પ્રમાણે ગુજરાત સરકાર પાસે પંદર લાખ કરતાં વધુ જથ્થો પ્રાપ્ય છે. દરરોજના અઢી લાખ જેટલો નવો જથ્થો આવી જાય છે.

ગુજરાતમાં દરરોજના ત્રણથી ચાર લાખ નાગરિકોને ડોઝ આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે, આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને ધોરણ 9 થી 11 ના શાળા શરૂ કરવા માટે અંગે અનેક ચર્ચાઓ કરાઈ હતી. નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, વેપારીઓ માટે ગૃહ વિભાગ તરફથી જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, 31 જુલાઇ સુધીમાં વેક્સિન વેપારીઓએ મેળવી લેવાની રહેશે.

નીતિન પટેલે આ દરમિયાન પેટ્રોલ અને ડિઝલ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ મામલે જણાવ્યુ કે, સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલ બાબતે રાજય તરફથી જે વેટ લેવામાં આવે છે તે દર ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય જગ્યાએ તે વધારે છે. તેમણે કહ્યુ કે, ગુજરાત હાલ ઓછામાં ઓછો ટેક્સ લેનાર રાજય છે. બીજા રાજયો અંગે પણ હાલ વિચારણા ચાલી રહી છે.