ખબર

શું ગુજરાતમાં લાગશે લોકડાઉન ? જાણો નિતીન પટેલે શું કહ્યુ…

કોરોનાનો કહેર સમગ્ર ગુજરાતમાં આતંક મચાવી રહ્યો છે, તેવામાં કેસ પણ સતત અને દિવસેને દિવસે વધી રહ્યા છે. ગઇકાલે તો રાજયમાં કોરોનાના કેસે રેકોર્ડ તોડ્યો હતો. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,73,810 નવા કેસો નોંધાયા છે. આ ઉપરાંત 1,619 દર્દીઓની ડેથ થઇ ચુકી છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,50,61,919 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 12,38,52,566 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં લોકડાઉન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલ ચાર મહાનગરો સહિત રાજ્યના 20 શહેરોમાં કોરોના કર્ફ્યુ છે અને સાથે જ અનેક ગામો પણ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે હાલમાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ જરૂરીયાત નથી. સાથે જ નીતિન પટેલે એમ પણ જણાવ્યું કે લોકો જાતે જ સમજીને સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે સરકાર અને જનતા સાથે મળીને જ કોરોના પર કાબુ મેળવી શકાય છે.

ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 3 હજારને પાર થઈ ગઈ છે ગઈ કાલે એક દિવસની અંદર અમદાવાદમાં કોરોનાના 3 હજાર 241 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદાં કોરોનાના વધતા કેસો સામે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેને પગલે DyCM નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નીતિન પટેલ અમદાવાદની UN મેહતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને અહીં બેઠક યોજી હતી.