ખબર

શું ગુજરાતમાં લાગશે વીકએન્ડ કર્ફયુ ? જાણો નીતિન પટેલનું નિવેદન

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે એક બાદ એક ગાઈડલાઈન અનુસાર લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યુ હોવાની સ્થિતિને લઈને રાજ્યમાં કોરોનાની સ્થિતિને કારણે વિકેન્ડ લોકડાઉન આવશે એ અંગે DyCM નીતિન પટેલે કેટલીક મહત્વની વાતો જણાવી હતી.

અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કેટલીક DyCM નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, હાલ શાળા કોલેજો બંધ છે, વળી નાઈટ કર્ફ્યૂ પણ છે એટલે હાલ વિકેન્ડ કર્ફ્યૂનું કોઈ આયોજન નથી.

Image source

આ ઉપરાંત નીતતિન પટેલે બીજી એક મહત્વની જાહેરાત કરી હતી. અમદાવાદ શહેરમાં કાર્યરત એસવીપી હૉસ્પિટલનાં તમામ 1000 બેડને કોરોનાની સારવાર માટે ફાળવી દેવાની સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ 500 બેડમાં જ આ દર્દીઓની સારવાર થઈ રહી હતી. રાજ્યમાં રેમડેસિવીરની અછત વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગઈકાલે રાજ્યમાં 35000 વાયા સરકાર અને 35000 વાયા પ્રાઇવેટ સ્ટોર એમ 70,000 ઇન્જેક્શન ઠલવાયા છે. રોજ કંપની સરકારને 35000 ઇન્જેક્શનનો સ્ટોક આપશે. સરકાર હૉસ્પિટલોને નહીં નફો નહીં નુકશાનના ધોરણ 800-900 રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવશે.

Image source

નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને શહેરમાં કોરોના બેડ વધારવા માટે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સંક્રમણ વધતા તંત્રની આગમચેતી તૈયારી આરંભી દીધી છે. અમારે કોર ગ્રુપની બેઠકમાં દરરોજ કોરોના વિશે સમીક્ષા થાય છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે કોરોના બેડની સૌથી મોટી અછતને પહોંચી વળવા માટે શહેરની સૌથી મોટી SVP હોસ્પિટલમાં આગામી દિવસોમાં 1000 બેડ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.