ખબર

ગુજરાતમાં દુકાન ખોલવા અંગે નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું ?

છેલ્લા 30 દિવસથી વધારે સમયથી લોકડાઉન ચાલી રહ્યો છે. 30 દિવસથી દુકાનો બંધ હોય કેન્દ્ર સરકારે દુકાનો અને નોકરી ધંધા ખોલવા માટે શરતી મંજૂરી આપી દીધી છે. આ વચ્ચે ગૃહમંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જાણકારી મળ્યા મુજબ દેશમાં આજથી તમામ દુકાનો શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે.

આ અંગે આજે ગુજરાતમાં રાજ્યસરકાર કોઈ મોટા નિર્ણય લેશે એ અંગે નાયબ મુખ્યમંત્રી મહત્વની વાતો જણાવી હતી. કેન્દ્ર દ્વારા શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરીનો મામલે આજે કેન્દ્રની જાહેરાત સંબંધે રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે. આ મુદ્દે નીતિન પટેલ અગત્યની વાત જણાવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિટ પટેલે નોટિફિકેશન મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, નાગરિકોને ધીમેધીમે રાહત મળે તે જરૂરી છે. રાજ્ય સરકાર નોટિફિકેશન પર વિચાર કરશે. નોટિફિકેશન પર CM સાથે ચર્ચા કરીશુ.

મુખયમંતી નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાઇ શકે છે. ચીફ સેક્રેટરી, ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા થશે. હોટસ્પોટ-ક્લસ્ટર ક્વોરન્ટાઇન સિવાયના સ્થળો અંગે ચર્ચા થશે. રાજ્ય સરકાર પાસે કેન્દ્રની જાહેરાત અન્વયે નિર્ણય લેવાની સત્તા છે.

કેન્દ્ર સરકારે આદેશમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારોની બહારના વિસ્તારોમાં આવેલા માર્કેટ પરિસરમાં આવેલી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે દુકાનો અને મથકો ખોલવામાં આવી શકે છે.

ગલી મોહલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં બનેલી દુકાનોનો પણ સમાવેશ થાય છે. જો કે શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ ખોલી શકાશે નહીં. આ તમામ દુકાનો અડધા કર્મચારીથી કામ ચલાવશે. આ સાથે જ માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.