ખબર

BREAKING : દારૂબંધીને બાબતે નીતિન પટેલનું સૌથી મોટું નિવેદન, પ્રતિબંધ હટી જશે? જુઓ

ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ ઘણી જગ્યાએથી ગેર કાયદેસર રીતે દારૂ આવતો પકડાઈ આવે છે તો ઘણા લોકો દારૂની મહેફિલ માણતા પણ ઝડપાય છે. ગુજરાતની અંદર દારૂબંધીને નાબૂદ કરવા માટે હાઇકોર્ટની અંદર પણ અપીલ કરવામાં આવી છે ત્યારે આ મામલામાં હવે નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે.

દારૂબંધી અંગે નીતિન પટેલે જણાવ્યું કે, “આપણું ગુજરાત દારૂબંધીને વરેલું છે. દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે. આપ સૌને ખ્યાલ છે કે ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે -તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.”

દારૂબંધી ઉપર ભાર મુકતા નીતિન પટેલે વડોદરામાંથી જણાવ્યું હતું કે, “દારુ બંધી માટે ટેક્ષની આવક ગુમાવવી પડે તો ગુમાવીશું, પરંતુ દારૂ પરનો પ્રતિબંધ નહીં હટાવીએ.” તો બીજી તરફ નીતિન પટેલ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અંગેની પણ માંગણી કરતા હિંદુઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકીય પક્ષો એક્ટિવ થયા છે.