ગુજરાતમાં નવા CM ને લઈને આવ્યા મોટા સમાચાર, નીતિન પટેલે કહ્યું કે

ગઈકાલે આપણા સીએમ વિજય રૂપાણી રાજીનામુ આપ્યું હતું. અને હવે ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતની ઘડીઓ ગણાય રહી છે. ગુજરાત સહિત આખા ભારતમાં રાજકારણમાં આજે ગુજરાત પર બધાની નજર છે. ત્યારે ગુજરાતના નવા CM કેવા હોવા જોઇએ તેને લઇ હાલના કાર્યકારી ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે.

મીડિયા સાથે વાતચીત દરમ્યાન જ્યારે ગુજરાતને કેવા નેતૃત્વની જરૂર છે? તેમ પૂછવામાં આવ્યું તો તેમને જવાબ આપ્યો કે કે હંમેશા નેતૃત્વ તો પાર્ટી મજબૂત અને લોકપ્રિય નેતા પસંદ કરે. અનુભવવાળા વ્યક્તિને પસંદ કરે. સ્વાભાવિક છે કે બધાને સાથે રાખીને ચાલે અને આખું ગુજરાત જેમને ઓળખતું હોય તેવા મુખ્યમંત્રીના હાથમાં નેતૃત્વ હોવું જોઇએ.

આ પ્રોફાઇલમાં તમે કેટલાં બંધ બેસો છો? એ સવાલમાં ડેપ્યુટી સીએમે જવાબ આપ્યો છે કે ગુજરાતની 6 કરોડ 30 લાખ જનતામાં જાણીતો ચહેરો, લાખો કરોડોમાં લોકપ્રિય હોય તેમજ સંગઠનમાં જાણકાર, સંગઠનમાં મદદ થાય એવા અને દરેકને સ્વીકૃત હોય અને અનુભવી હોય. કારણ કે 6 કરોડના ગુજરાતના પ્રગતિશીલ વિકસિત રાજ્ય કે જે PM મોદીજીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન સખત મહેનત કરી ગુજરાતની પ્રતિષ્ઠા, સમૃદ્ધિ પ્રાપ્ત કરાવી છે તેને આગળ વધારવાની છે.

આ કોઇ ખાલી સ્થાન પૂરવા માટેનું કાર્ય નથી, મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ વધી રહ્યો છે એ જ રીતે PM સાહેબના માર્ગદર્શન પ્રમાણે સબળ નેતૃત્વ પ્રાપ્ત થાય અને ગુજરાતનો વિકસ હજુ વધુ સારી રીતે બધાને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસ કરે એ સૂત્રને સાર્થક કરે એ પ્રમાણેના બધાને ગમતાં લોકપ્રિય ચહેરાની પસંદગી પાર્ટી કરે તે સ્વાભાવિક છે.

BJPની અંદર નવા cm ને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે PM મોદીજી ફરીથી સરપ્રાઈઝ આપી શકે છે અને એક એવા નામની જાહેરાત કરી શકાય છે જે જાણીને સૌ કોઈ ચોંકી જાય અને ચર્ચામાં ચાલી રહેલા તમામ નામો કોરાણે મુકાઇ શકે છે.

આજે જ ન્યુ CM ની જાહેરાત કરવામાં આવશે ત્યારે કમલમમાં ભારે હલચલ જોવા મળી રહી છે ત્યારે બીજેપીના દિગ્ગજ નેતાઓ કાર્યાલયમાં આવી ગયા છે. આ બેઠક પહેલા આજે સવારે નિરીક્ષકો ગુજરાત આવ્યા હતા અને તે બાદથી જ એક બાદ એક મોટી બેઠકો કરવામાં આવી રહી છે. બીજેપીના દિગ્ગજ નેતા અને પ્રદેશ પ્રમુખ પાટીલે પોતાના નિવાસ સ્થાને રાજ્યનાં અલગ અલગ નેતાઓ સાથે બેઠક કરી હતી.

YC