ખબર

બ્રેકીંગ ન્યુઝ: આ દિગ્ગજ નેતા થયા કોરોના પોઝિટીવ, લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ

ભારતમાં કોવિડ મહામારીનો રાફડો ફાટ્યો છે એવામાં સ્થિતિ ચિંતાનો વિષય બનતી જાય છે. ભારતમાં નવા કોવિડ પોઝિટિવ આંકડા અને મોતનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે ત્રણ લાખથી વધુ દર્દી મળ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 Lacs 45,147 નવા કોરોના સંક્રમિત મળ્યા હતા. આ દરમિયાન દેશમાં સંક્રમણના લીધે 2621 કોરોના દર્દીઓના મોત થયા છે. સતત એક અઠવાડિયાથી દરરોજ મૃતકોનો આંકડો પણ ચિંતા વધારી રહ્યો છે. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોવિડ પોઝીટીવ આવ્યાના સમાચાર આવ્યા છે. તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે પણ તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે તેઓ સતત સાથે રહ્યા હતા.

Image Source

ડેપ્યુટી સીએમ નીતિન પટેલની તબિયત હાલ સ્થિર છે. તેઓ ગઈકાલે અમદાવાદની 900 બેડની હોસ્પિટલના ઉદ્ધાટન સમયે પણ સાથે હતા. તેઓ અમિતશાહ સાથેની હાઈલેવલ મીટિંગમાં પણ શામેલ હતા. તમને જણાવી દઈએ કે નીતિન પટેલે કોવિડ રસીનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે,મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

સી.આર પાટીલે જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ ટ્વીટ કરીને નાયબ મુખ્યમંત્રી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.