રાજકોટમાં પહોંચેલા નીતિન જાનીને મળ્યા 90 વર્ષના વૃદ્ધ દાદી, જે કચરો વીણી અને પેટનો ખાડો પુરે છે, પછી ખજુરભાઈએ કર્યું એવું કે… જુઓ વીડિયો

કચરો વીણીને જીવન વિતાવતા 90 વર્ષના માજીની મદદે પહોંચ્યા ખજુરભાઈ, આર્થિક મદદ કરવાની સાથે સાથે પોતાની લક્ઝુરિયસ ગાડીમાં આપી લિફ્ટ, જુઓ વીડિયો

નીતિન જાની આજે ગુજરાતનું એક એવું નામ બની ગયું છે જે દરેક વ્યક્તિના મોઢે તમને સાંભળવા મળી જશે. નીતિન જાનીએ એટલા બધા લોકોની મદદ કરી છે કે જેનો કોઈ આંકડો નથી, 200 કરતા વધુ લોકોને ઘર બનાવી આપ્યા, ગરમીમાં બીમાર અને લકવાગ્રસ્ત લોકો માટે કુલરની વ્યવસ્થા કરી આપી, ઘણા લોકોને રોજગાર આપ્યા અને ઘણાને પગભર પણ કર્યા.

નીતિન જાનીના આ સેવાકીય કાર્યોને લઈને લોકો તેમને હવે ભગવાનની જેમ પુજે છે. ત્યારે તેમના સેવાકીય કાર્ય હજુ પણ અવિરત વહી રહ્યા છે, જે વીડિયો અને તસવીરો સ્વરૂપે નીતિન જાનીના સોશિયલ મીડિયા પર પણ રજૂ થતા જોવા મળે છે. હાલમાં જ નીતિન જાનીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના આ સેવાકીય કાર્યની એક ઝલક જોવા મળી રહી છે.

નીતિન જાનીએ એક માજીનો વીડિયો શહેર કર્યો છે, જે રસ્તા ઉપર કચરો વીણી અને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. નીતિન જાની એ માજી પાસે જાય છે અને તેમને આર્થિક મદદ કરવાની સાથે સાથે તેમને પોતાની ગાડીમાં ઘર સુધી મુકવા માટે પણ જતા મળે છે. આ વીડિયોએ ચાહકોના દિલ જીતી લીધા છે.

ખજુરભાઈએ શેર કરેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક માજી લાકડીના ટેકે ચાલી રહ્યા છે અને તેમને એક હાથે લાકડી અને બીજા હાથે એક મોટી કોથળી ખભા ઉપર ઊંચકી રાખી છે, માજી આગળ ચાલતા જાય છે અને તેમને રસ્તા ઉપર કેટલાક કાગળિયા પડેલા જોવા મળે છે, જેને ઉઠાવીને તે કોથળામાં નાખે છે.

એટલામાં જ ત્યાં નીતિન જાની પણ આવે છે અને માજી સાથે વાતચીત કરે છે. પહેલા તે તેમનું નામ પૂછે છે અને પછી તેમના કામ વિશે પૂછે છે ત્યારે માજી કચરો વીણતાં હોવાનું જણાવે છે. જેના બાદ નીતિન જાની તેમને પરિવારમાં કોણ કોણ છે તેના વિશે પૂછે છે, જેના જવાબમાં માજી પોતાની કહાની કહે છે, માજીની વાત સાંભળ્યા બાદ નીતિન જાની તેમને આર્થિક મદદ કરે છે અને પછી પોતાની ગાડીમાં તેમને ઘર સુધી છોડવા માટે પણ જાય છે.

આ વીડિયો શેર કરવાની સાથે નીતિન જાનીએ માહિતી પણ કેપશનમાં લખી છે, તેમના જણાવ્યા અનુસાર “રાજકોટમાં આજે 90 વર્ષના માડીને મળ્યો જેના 2 દીકરા ગુજરી ગયા છે અને પોતે કચરો વીણીને 50-60 રૂપિયા કમાય છે, સલામ છે માડીની મહેનતને… રાજકોટ રંગીલુ જ નહી પણ મહેનતુ પણ છે…”

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને પોસ્ટ થયાને હજુ માત્ર ગણતરીના કલાકો જ વીત્યા છે ત્યાં 10 લાખ કરતા પણ બધું લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે અને 1 લાખ 24 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક પણ કર્યો છે. તો 10 હજાર જેટલા લોકોએ કોમેન્ટ કરી અને નીતિન જાનીના આ કામની પ્રસંશા કરી છે.

Niraj Patel