ખજુરભાઈનો પ્રેમ તો જુઓ, જેમને પ્લેનમાં બેસવાના સપના પણ જોવા હતા મુશ્કેલ એવા લોકોને દુબઇમાં શૂટ બુટ પહેરાવીને ફેરવ્યા, ખજુરભાઈના વખાણ કરતા ભીખાદાદાએ શું કહ્યું ?

ધોતિયું પહેરીને ફરતા ભીખાદાદાને ખજુરભાઈએ પહેરાવી દીધા શૂટ બુટ, જુઓ દુબઈમાં તેમનો રોયલ અંદાજ, આવી ચાલે છે ખજુરભાઈની દુબઈમાં મોજ

ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હાલ તેમની ટીમ સાથે દુબઈના પ્રવાસે છે અને દુબઈમાંથી તેઓ પોતાના શાનદાર વીડિયો બ્લોગ પણ શેર કરતા રહે છે, જેમાં તેમના ચાહકો પણ ઘરે બેઠા બેઠા તેમના આ દુબઇ પ્રવાસનો આનંદ માનતા જોવા મળી રહ્યા છે. પોતાના બ્લોગમાં નીતિન જાની અને તેમની ટીમ  દુબઇની અલગ અલગ જગ્યાઓ ઉપર ફરવા જવાનો આનંદ માણતી જોવા મળી રહી છે.

નીતિન જાનીની ટીમની અંદર બે વૃદ્ધ વ્યક્તિઓ પણ છે, ભીખાદાદા અને સોમાકાકા. જેઓ પણ દુબઈનો સુંદર નજારો માણીને ખુશ થતા જોવા મળી રહ્યા છે. ભીખાદાદા ધોતી, ઝભ્ભો અને માથે પાઘડી પહેરીને જોવા મળ્યા હતા, પરંતુ દુબઈમાં હવે તમેનો અંદાજ પણ બદલાયો છે અને જીવનમાં તે પહેલીવાર પેન્ટ અને શૂટ પહેરેલા જોવા મળી રહ્યા છે.

ખજુરભાઈના ત્રીજા બ્લોગની અંદર તે દુબઈના પામ વીવ જોવા માટે જતા જોવા મળી રહ્યા છે, ત્યારે ભીખાદાદા અને સોમાકાકા શુટબુટમાં તૈયાર થઈને જતા જોવા મળી રહ્યા છે. પામ વીવમાં જવાની કિંમત નીતિન ભાઈ જણાવી રહ્યા છે કે 95 દિહરામ એટલે ભારતના 2000 રૂપિયા જેટલી છે.

દુબઈમાં પામ વીવનો આલીશાન નજારો જોવા મળી રહ્યો છે, જેના બાદ ખજુરભાઈ અને તમેની ટીમ હોટલ એટ્લાન્ટિસ હોટલ જઈ રહી છે અને ત્યાંથી પણ દુનિયાની સૌથી શાનદાર હોટલોમાંની એક હોટલ એટ્લાન્ટિસની બહારનો નજારો બતાવી રહ્યા છે, જેના બાદ તે અલ-શિફ જાય છે અને ત્યાંથી પણ પલડ દુબઇનો નજારો બતાવી રહ્યા છે.

ત્રીજા દિવસના બ્લોગમાં પણ નીતિન જાની તેમની ટીમ સાથે દુબઇના આ વેકેશનનો અનુભવ શેર કરી રહ્યા છે, ત્રીજા દિવસે નીતિન જાની અને તેમન ટીમ રણ સફારી કરવા માટે જાય છે અને ત્યાંથી પણ સુંદર માહિતી સભર વીડિયો શેર કર્યો છે. જેમાં ભીખાદાદા અને સોમાકાકા સાથે તેમની આખી ટીમ લેન્ડ ક્રુઝરમાં રણ સફારીનો આનંદ માણતા જોઈ શકાય છે.

રણ સફર બાદ ખજુરભાઈ અને તેમની ટીમ પ્રાઇવેટ યોર્ટ ઉપર જાય છે. આ પ્રાઇવેટ યોર્ટ ખજુરભાઈએ સ્પેશિયલ તમેની ટીમ માટે બુક કરાવી છે અને તેના માટે ખર્ચ બહહરાતના 25000 રૂપિયા આસપાસ થતો હોવાનું પણ તે જણાવી રહ્યા છે. આ યોર્ટમાં ખજુરભાઈ અને તેમની ટીમ ખુબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

ચોથા દિવસના બ્લોગની શરૂઆત સ્વિમિંગ પુલમાં મસ્તીથી થતી જોવા મળી રહી છે, જેમાં ભીખાદાદા અને સોમાકાકા સાથે આખી ટીમ સ્વિમિંગ પુલમાં નાહવા માટે પડેલી જોવા મળી રહી છે, જેના બાદ ખજુરભાઈની ટીમ દુબઇમાં ફ્યુચર મ્યુઝિયમ જોવા જઈ રહી છે અને ત્યાંથી પણ સુંદર નજારો જોવા મળી રહ્યો છે.

ફ્યુચર મ્યુઝિયમ બાદ આખી ટીમ બુર્જ ખલીફા જઇ રહી છે. બુર્જ ખલીફામાં પહોંચીને ખજુરભાઈ તમામ માહિતી પણ આપતા જોવા મળી રહયા છે. સાથે જ ત્યાં કેવી રીતે પહોંચવું અને ત્યાં કેટલી ટિકિટ છે તેની પણ માહિતી આપી રહ્યા છે. ખજુરભાઈના આ વીડિયોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel