ગુજરાતના ગરીબોના મસીહા નીતિન જાની ઉર્ફે ખજુરભાઇ ગુજરાતના સોનુ સૂદ તરીકે પણ ઓળખાય છે. આ નામ સાંભળતા જ ગુજરાતીઓ ગર્વ અનુભવે છે. નીતિન જાનીને કોઇ ઓળખની જરૂર નથી, તેમનું નામ ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજે છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે ઉભરી આવ્યા છે.
નીતિન જાની સેવાકીય કાર્યોની સાથે સાથે તેમના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહેતા હોય છે. તેઓ મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. ઘણીવાર તેમની અને મીનાક્ષીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતી રહે છે. કેટલીકવાર મીનાક્ષી પતિ નીતિન જાની પર પ્રેમ પણ વરસાવતી જોવા મળે છે.
ત્યારે હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને ખજુરભાઇએ પણ તેમના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર નીતિન જાનીની પત્ની મિનાક્ષીએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખજુરભાઇ સાથે ગણપતિની પૂજા કરતી જોવા મળી રહી છે. આ તસવીરો ગણેશ ચતુર્થી દરમિયાનની છે.
જેમાં મીનાક્ષી દવે સાડીમાં અને નીતિન જાની કૂર્તા પાયજામામાં જોવા મળે છે. એક તસવીરમાં નીતિન જાની ગણપતિજીને કિસ કરતા પણ જોવા મળે છે. જ્યારે બીજી એક તસવીરમાં નીતિન જાની પરિવાર સાથે પોઝ આપતા જોઇ શકાય છે.