અકસ્માતમાં ઘાયલ થયેલા જીગ્નેશ કવિરાજની ખબર કાઢવા માટે પહોંચ્યા કોમેડી કિંગ નીતિન જાની, તસવીરો પોસ્ટ કરીને કહ્યું એવું કે… જુઓ

ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ હાલ અકસ્માતના લીધે ઈજાગ્રસ્ત છે અને તેમની ખબર અંતર પૂછવા માટે ગુજરાતી સેલેબ્સ તેમના ઘરે જઈ રહ્યા છે. જીગ્નેશ કવિરાજ ગત 1 એપ્રિલના રોજ શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા જેના બાદ તેમને હાથ અને પગમાં ફેક્ચર થયું હતું જેના કારણે તે ઘરે જ આરામ ઉપર છે.

જીગ્નેશ કવિરાજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરીને પોતાના અકસ્માત અંગેની જાણકારી આપી હતી. તેમને લખ્યું હતું કે “તારીખ 1/04/2022ના રોજ ફિલ્મના શૂટિંગ દરમિયાન બાઈક દ્વારા અકસ્માત થયેલ હોવાથી હાથ અને પગમાં ફેક્ચર થયેલ છે. ડોકટરે દોઢ મહિના સુધી આરામ કરવાનું કહેલ હોવાથી લાઈવ પ્રોગ્રામ કે કોઈ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. આપના સાથ અને સહકારની અપેક્ષા.”

જીગ્નેશ કવિરાજની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી અને તેમના ચાહકો અને મિત્રોએ તેમને જલ્દી સાજા થવા માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. ત્યારે ઘણા સેલેબ્સ પણ તેમના ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. જેમાં ગુજરાતી કોમેડી કિંગ ખજુરભાઈ પણ તેમની ખબર પૂછવા ગયા હતા.

નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયા ઉપર આ મુલાકત અંગેની જાણકારી આપી હતી, નીતિન જાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર તેમની સાથેની બે તસવીરો પોસ્ટ કરી અને જણાવ્યું હતું કે તે જીગ્નેશ કવિરાજના હાલ ચાલ પૂછવા માટે ગયા હતા. આ સાથે જ તેમને એક ખાસ કેપશન પણ આપ્યું હતું.

ખજુરભાઈએ કેપશનમાં લખ્યું હતું કે, “જોગાનું જોગ આજે ત્રણ સિંહ ભેગા થઇ ગયા…😀 “Get Well Soon Bro”. નીતિન જાની દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં જીગ્નેશ કવિરાજના હાથ ઉપર પ્લાસ્ટર લગાવેલું પણ જોઈ શકાય છે.

આ ઉપરાંત નીતિન જાનીએ શેર કરેલી તસવીરોમાં એ પણ જોઈ શકાય છે કે જીગ્નેશ કવિરાજ અને તેમની વચ્ચે એક સિંહ પણ છે. આ સિંહની પ્રતિમા છે અને તે સાથે જ ખજુરભાઈ પોતાને અને જીગ્નેશ કવિરાજને સિંહ કહી રહ્યા છે. નીતિન જાનીનો આ અંદાજ ચાહકોને પણ ખુબ જ પસંદ આવ્યો અને ઘણા ચાહકો આ પોસ્ટમાં કોમેન્ટ કરી રહ્યા છે.

જીગ્નેશ કવિરાજની ખબર અંતર પૂછવા માટે ઘણા લોકો તેમના ઘરે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભગવાન ભુવાજી પણ તેમના ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે ગયા હતા, તેમને પણ તેમના સોશિયલ મીડિયામાં જીગ્નેશ કવિરાજ સાથેની તસવીરો પોસ્ટ કરી અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

Niraj Patel