નીતિન જાની પહોંચ્યા એવા પરિવારની મુલાકાત લેવા કે ત્યાં જઈને કહ્યું “આવી ભયંકર હાલત મેં મારી લાઈફમાં નથી જોઈ…”
નીતિન જાની એટલે ગરીબોના મસીહા. તેમણે અત્યાર સુધી લોકો માટે જે જે કામો કર્યા છે તે જોઈને આખું ગુજરાત તેમની સામે નતમસ્તક છે. તેઓ થોડા થોડા સમયે એવા એવા કામ કરે છે કે કોઈને પણ તેમને વંદન કરવાનું મન થાય. ખાસ કરીને ગરીબ અને નિરાધાર લોકો માટે તેમને તો પોતાની તિજોરીઓ ખોલી નાખી છે.
નીતિન જાનીએ ભલે પોતાના કરિયરની શરૂઆત “જિગલી ખજૂર” નામના કોમેડી વીડિયોથી કરી હોય પરંતુ તેમને સાચું નામ તો તેમના સેવાકીય કાર્યો દ્વારા જ મેળવ્યું છે. તેમના આ કામની ઝલક પણ તેઓ પોતાના સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા રહે છે. હાલમાં જ નીતિન જાનીએ એક એવા પરિવારની મુલાકાત લીધી જ્યાંનો નજારો જોઈને તેમની આંખોઆંથી પણ આંસુઓ વહી ગયા.
નીતિન જાનીને કોઈ એવા પરિવારની જાણ થાય કે જેને ખરેખર મદદની જરૂર છે ત્યારે તે અચૂક પહોંચી જતા હોય છે. આવું જ કંઈક હાલ જોવા મળ્યું. ખજુરભાઈ તાપી જિલ્લામાં આવેલા ટીચકપુર ગામમાં પહોંચ્યા હતા, જ્યાં એક ઘરમાં 32 વર્ષની એક દીકરી નીલમ ગામીત તેની માતા સાથે રહેતી હતી.
આ માતા પોતાની દીકરીને એવી રીતે રાખવા માટે મજબુર હતી કે જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે. નીતિન જાનીએ મુલાકાત દરમિયાન એમ પણ જણાવ્યું છે કે છેલ્લા 32 વર્ષમાં આ પરિવારની મદદે કોઈ આવ્યું નહિ. નીતિન ભાઈ આ ઘરની મુલાકત લેવા માટે જાય છે ત્યારે નીલમ એક ખાટલામાં સુઈ રહી છે.
ખજુરભાઈ તેને તેનું નામ પૂછે છે અને તે પોતાનું નામ નીલમ જણાવે છે અને તેની મમ્મી કામ પર ગઈ હોવાનું કહે છે. જેના બાદ નીતિનભાઈ તે દીકરીને તેની ઉંમર વિશે પૂછે છે ત્યારે દીકરી ખબર ના હોવાનું જણાવે છે. નીતિન જાની ઘરની હાલત બતાવતા કહે છે કે તમે ઘરની હાલત જુઓ, ઘરનો એક પણ ખૂણો એવો નહિ હોય જ્યાં જાળા નહિ હોય. કેટલા વર્ષોથી સાફ કર્યું નહિ હોય.
જેના બાદ એક લાકડી લઈને નીતિનભાઈ પોતે જ જાળા સાફ કરે છે. તે એમ પણ કહે છે કે આનાથી કરુણ અને ભયંકર દૃશ્ય મેં આજ સુધી જોયું નથી. ઘરમાં નળિયાની હાલત ખરાબ છે. જેમ તેમ કપડાં છે. બેન અહીંયા રહે છે એકલા. મમ્મી કામે જાય છે અને કોઈનો કઈ સપોર્ટ નથી. જ્યારે નીતિનભાઈ દીકરીને પૂછે છે કે કોઈ મદદ કરે છે તમને? ત્યારે દીકરીનો જવાબ પણ રૂંવાડા ઉભા કરી દેનારો હોય છે.
નીલમ કહે છે કે કોઈ મદદ કરવા આવે નહિ એટલે તો હું ઘરમાં રહું છું. ત્યારબાદ નીતિનભાઈ કહે છે કે આ સમાજ માટે શરમની વાત કહેવાય કે કોઈ સપોર્ટ નથી કરતું અને આવા લોકોની હાલત કોઈ સાંભળતું નથી. નીલમ એમ પણ કહે છે કે તેને પણ દુઃખ થાય છે પણ શું કરવાનું ? મમ્મી ખેતરમાં કામ પર જાય છે અને રોજના 120 રૂપિયા મળે છે.
વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે નીલમ તેની જાતે ખાવા માટે પડખું ફરવાનો પ્રયત્ન કરે છે પણ ફરી નથી શકતી. જેના બાદ નીતિનભાઈ તેને પડખું ફેરવવામાં મદદ કરે છે. અને પછી નીલમ રોટલી અને શાક ખાય છે. નીલમ જાતે ખાવા જાય છે પરંતુ નીતિનભાઈ પોતાના હાથે નીલમને ખવડાવે છે.
નીતિનભાઈ એ દીકરીની હાલત વિશે જણાવતા હોય છે ત્યારે જ નીલમ રડવા લાગે છે, નીતિનભાઈ તેને શાંત કરતા કહે છે કે “હું આવી ગયો છું બેન.. ” જેના બાદ નીતિનભાઈ ઘરની બહાર બેસીને તેની મમ્મીની રાહ જુએ છે. નીલમના મમ્મી પણ આવે છે અને દીકરીની હાલત અને તેના વિશે તે શું કામ કરે છે તે બધું જ ખજુરભાઈને જણાવે છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીલમના મમ્મી પણ દીકરી અને પોતાના પરિવારની હાલત જણાવતા જણાવતા રડી પડે છે. તે એમ પણ કહે છે કે હું એકલી જ બધું કરી રહી છું. કોઈ મદદ કરવા માટે આગળ નથી આવતું. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે નીતિનભાઈ કહે છે કે અમે આ પરિવારને તમામ સુવિધાઓ પુરી પાડીશું.
જેના બાદ તાત્કાલિક ખજુરભાઈ ઘરનો બધો સામાન બહાર કાઢે છે અને JCB બોલાવીને ઘર તોડવાની કામગીરી શરૂ કરી જેમ બને તેમ વહેલી તકે ઘર બનાવવાની શરૂઆત પણ કરી. આ ઉપરાંત તે પરિવારની હાલત વિશે પણ જણાવે છે. સાથે જ લોકોને પણ આ પરિવારની અને તમારી આસપાસના પણ જેને જરૂર છે એવા પરિવારને મદદ કરવા માટે આહવાન કરે છે.