તોડી નાખવામાં આવશે દેશના તમામ ટોલ નાકા, મોટી જાહેરાત થઇ, જાણો કામની વાત

ભારત નેશનલ હાઇવે પરથી સરકાર ટોલ પ્લાઝાને હટાવવાની યોજના બનાવી રહી છે. અહીં રસ્તાઓ પર વાહનો તો ચાલશે પણ વાહન ચાલકે સીધી રીતે ટોલ ટેક્સ આપનાવો નહીં રહે પણ અંતર નક્કી થયા પર ખાતામાંથી જાતે જ ટેક્સ કપાઈ જશે. જેના માટે સડક પરિવહન મંત્રાલય આ નવી યોજના બનાવી રહી છે. આ જાણકારી સડક પરિવહન એવમ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપી છે.

તેમણે જણાવ્યું કે સ્વચાલિત નંબર પ્લેટ રીડર કેમરાની મદદથી ટોલ ટેક્સ વસુલ કરવામાં આવશે. જેના દ્વારા વાહન નંબર પ્લેટની જાંચ થશે અને વાહન માલિકોના લિંક કરવામાં આવેલા બેન્ક ખાતામાથી ટેક્સ કાપવામાં આવશે. આ નવી યોજનાને સુવિધાજનક બનાવવા માટે કાનૂની સંશોધન પણ કરવામાં આવી રહ્યા છે. જેનાથી ટોલ નાકા પર ભીડભાડ ઓછી થવાની સંભાવના છે, જો કે ઘણી બાબતો સિસ્ટમ પર પણ નિર્ભર કરશે,એનપીઆર કેમેરા નવ નંબર સુધી જ રીડ કરી શકે છે.

જેની આગળ કઈ પણ લખેલું હશે તે રીડ નહીં કરી શકે. તેના ટેસ્ટિંગને લઈને એ જાણ થઇ છે કે 10 ટકા વાહન તેની નજરથી છૂટી શકે છે. નીતિનજીએ આગળ કહ્યું કે,”2019માં અમે એક નિયમ બનાવ્યો કે કાર કંપની ફિટેડ નંબર પ્લેટની સાથે આવશે.ગત ચાર વર્ષોમાં જે વાહનો આવ્યા છે તેના પર અલગ અલગ નંબર પ્લેટ છે. હવે ટોલ નાકાને હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના છે, જે આ નંબર પ્લેટને વાંચશે અને સિધા જ ખાતામાંથી ટેક્સ કપાશે. નંબર પ્લેટ ન હોવા પર સંબધિત વાહન માલિકના વિરુદ્ધ સખ્ત કારવાઈ પણ કરવામાં આવશે.

જો કે આ યોજનામાં એક સમસ્યા એ છે કે ટોલ પ્લાઝાને છોડી દેનારા અને ભુગતાન ન કરનારા વાહન માલિકોને દંડિત કરવા માટે કોઈ પ્રાવાધન નથી. જો કે આ સિસ્ટમને લાગુ કરતા પહેલા આ ખામીને પણ દૂર કરવામાં આવશે. જણાવી દઈએ કે કેન્દ્રીય પરિવહન મંત્રીએ આ જાણકારી 23 ઓગસ્ટના રોજ નવી દિલ્લીમાં ફિક્કી ફેડરેશન હાઉસમાં સડક અને રાજમાર્ગ શિખર સમ્મેલનના ત્રીજા સંસ્કરણના દરમિયાન આપી છે.

Krishna Patel