કેવી રીતે થયું હતું આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો

Nitin Desai Initial Postmortem Report : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવતી રહે છે. ગત રોજ એવી જ એક ખબર સામે આવી હતી જેમાં આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ લગાન, જોધા અકબર જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ ડિઝાઇન કરવા માટે જાણીતા હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે, ત્યારે હવે તેમના મૃત્યુનું કારણ સામે આવ્યું છે. નીતિન દેસાઈનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ઘણા ખુલાસા થયા છે.

સામે આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ :

નીતિન દેસાઈ તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ ચાર ડોક્ટરોની ટીમે તેમનું પોસ્ટમોર્ટમ કર્યું છે. જેમાં મોતનું કારણ ફાંસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ન્યુઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ‘આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈનું પોસ્ટમોર્ટમ ચાર ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાથમિક તારણ મુજબ મોતનું કારણ ફાંસી છે. વધુ તપાસ ચાલુ છે.

ND સ્ટુડિયોમાં મળ્યા હતા મૃત :

આ પહેલા ખાલાપુર પોલીસ નીતિન દેસાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં લાવી હતી. બુધવારે, રાયગઢના પોલીસ અધિક્ષક (SP) સોમનાથ ઘર્ગેએ કહ્યું હતું કે, “તેમના પરિવારના સભ્યોએ અમને કહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં કરવામાં આવશે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.”

મોટી ફિલ્મો માટે કર્યું છે કામ :

નીતિન દેસાઈએ બોલિવૂડ, મરાઠી અને ટીવી માટે કામ કર્યું હતું. તેમણે આશુતોષ ગોવારિકર, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી અને સંજય લીલા ભણસાલી જેવા મોટા ફિલ્મ નિર્દેશકો સાથે કામ કર્યું. નીતિન દેસાઈ, લગે રહો મુન્ના ભાઈ, હમ આપકે હૈ કૌન, દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ, બાદશાહ, ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ, પરિંદા, દોસ્તાના, ગોડ તુસ્સી ગ્રેટ હો, લગન, સ્વદેશ, ગાંધી- માય ફાધર, જોધા અકબર અને ફેશન જેવી ફિલ્મોમાં તેમના કામ માટે લોકપ્રિયતા મેળવી હતી.

Niraj Patel